(એજન્સી) નવી દિલ્હી,તા.૧૪
શનિવારે કોરોના વાયરસના સંકટને નાબુદ કરવા હિન્દુ જુથે ગૌમૂત્ર પાનની પાર્ટી યોજી હતી. હિન્દુઓ માને છે કે, ગાય પવિત્ર છે. તેના મૂત્રનું પાન અકસીર દવા સમાન છે. નિષ્ણાતો વારંવાર માને છે કે ગૌમૂત્રથી કેન્સર કે બીજી બીમારીઓ દુર થતી નથી. જેથી કોઈ પુરાવો નથી કે ગૌમૂત્ર કોરોનાને રોકી શકે. દિલ્હી ખાતે અખિલ ભારતીય મહાસભાના મુખ્ય મથકે ર૦૦ જેટલા લોકો એકઠા થયા હતા અને ગૌમૂત્ર પાનનો કાર્યક્રમ કર્યો હતો. આવા કાર્યક્રમો દેશના બીજા ભાગોમાં યોજયા હતા. હિન્દુ સભાના કાર્યકર અને પાર્ટીમાં ભાગ લેનાર ઓમપ્રકાશે કહ્યું કે અમે ર૧ વર્ષથી ગૌમૂત્ર પાન કરીએ છીએ. ગાયના છાણથી સ્નાન કરીએ છીએ, અમારે કહી એલોપેથી દવા લેવી પડતી નથી. હિન્દુ મહાસભાના વડા ચક્રપાણી મહારાજે સહિત અગ્રણીઓએ ગૌમૂત્ર પીનો ફોટો પડાવી કોરોના વાયરસ સામે રક્ષણનો દાવો કર્યો હતો. ભાજપના નેતાઓ દાવો કરે છે કે ગૌમૂત્રથી કેન્સરના દર્દી સાજા થઈ જાય છે. કોરોના સામે ગૌમૂત્ર ગાયનું છાણ ઉપયોગથી સાજા થવાય છે. તેમ આસામના લોકોએ દાવો કર્યો છે. વિશ્વમાં કોરોનાથી ૧,૩૮,૦૦૦ લોકો પીડિત છે. પ હજારના મોત થયા છે. જેની સારવાર હજુ શોધાઈ નથી. વિશ્વ તેને રોકવા સંઘર્ષ કરી રહ્યું છે. દરમ્યાન ભાજપના મહાસચિવ કૈલાશ વિજય વર્ગીયએ દાવો કર્યો છે કે, દેશમાં કોરોના વાયરસની કોઈ અસર નહીં થાય. કારણ કે હનુમાન છે. જેમનું નામ એ કોરોના પછાડ હનુમાન રાખ્યું છે. દેશમાં ૩૩ કરોડ દેવો છે. જેથી કોરોના લોકોને અસર નહીં કરે આ પહેલો મોદી સરકારના મંત્રી આઠવલે કોરોના જાપ કરતા બતાવાયા હતા. જેમાં તેઓ બુદ્ધ મઠમાં ગો કોરોના-ગો કોરોનાના જાપ કરતા જોવા મળ્યા હતા. તેમજ ચીની દુતાવાસમાં જોવા મળ્યા હતા. ચક્રપાણી મહારાજે કોરોનાથી બચવા કપૂરની ગોટી ખીસામાં રાખવા કહ્યું હતું.