(એજન્સી) ચંદીગઢ, તા.૧૩
આવતીકાલે વેલેન્ટાઈન-ડે નિમિત્તે નૈતિકતાને જાળવી રાખવા જમણેરી પરિબળો મોટાભાગે વ્યસ્ત છે. તેવી સ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવિણ તોગડિયા વેલેન્ટાઈન-ડેને નવો વળાંક આપતાં કહ્યું કે યુવાનોને પ્રેમ કરવાનો અધિકાર છે. પ્રેમ નહીં કરે તો વિવાહ નહીં થાય. વિવાહ નહીં થાય તો સુષ્ટિ કેવી રીતે ચાલશે ? યુવાઓ અને યુવતીઓને પ્રેમ કરવાનો પૂરો અધિકાર છે. તે અધિકાર તેમને મળવો જોઈએ. કપલ લવ નહીં કરે તો લગ્ન નહીં થાય. લગ્ન નહીં થાય તો વિશ્વની પ્રગતિ નહીં થાય. તેમણે જમણેરી પરિબળોના કાર્યકરોને વેલેન્ટાઈન-ડે સામે કોઈ દેખાવો ન યોજવા કહ્યું છે. આપણા પુત્રો અને પુત્રીઓને પ્રેમ કરવાનો અધિકાર છે. ગયા વર્ષે જમણેરી સંગઠનો દ્વારા વેલેન્ટાઈન-ડેના દિવસે નૈતિકતાના રક્ષણ માટેના બનાવો નોંધાયા હતા. સંગઠનોએ વેલેન્ટાઈન-ડેનો વિરોધ કરી લવજેહાદ સામે હિન્દુ છોકરીઓને સાવધ રહેવા કહ્યું હતું.