અમિત જેઠવા હત્યા કેસમાં સજા પામેલા માજી સાંસદ દિનુ સોલંકી, તેના ભત્રીજા શિવા સોલંકી, શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પાંચણ, બહાદુર વાઢેળ અને સંજય ચૌહાણને સીબીઆઈ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે અને હાલ આ તમામ આરોપી સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે. ત્યારે આ તમામને ફાળવેલા કેદી નંબર, તેઓને રાખવામાં આવેલા બેરેક નંબર તેમજ તેઓને મળવા આવનાર મુલાકાતીઓના નામ, સરનામા અને ગામના નામ સહિતની વિગતો મહિતી અધિકાર હેઠળ માંગી છે. આ ઉપરાંત આ તમામ આરોપીઓને જે બેરેકમાં રાખવામાં આવ્યા હોય તેની સામે રાખેલા સીસીટીવી કેમેરાના આજદિન સુધીના ફુટેજની સીડી તેમજ જેલના કેદી અંગે સરકાર દ્વારા બહાર પાડેલા ઉત્તરોત્તર તમામ પરિપત્રોની નકલ પણ માંગી છે.