(એજન્સી) નવી દિલ્હી, તા.૯
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પકોડાવાળા નિવેદન પર મુઝફ્ફરનગર કોર્ટમાં કેેસ દાખલ થયો છે. આ કેસ સામાજિક કાર્યકર્તા તમન્ના હાશ્મીએ દાખલ કરી છે. મુખ્ય ન્યાયાધીશ હરિપ્રસાદની કોર્ટે એ આ મામલે ર૮ ફેબ્રુઆરીના રોજ સુનાવણી રાખી છે.
હાશ્મીએ કહ્યું કે, સાત ફેબ્રુઆરીના ઘણા ટીવી ચેનલો પર પ્રસારિત સમાચારમાં અમિત શાહને આ કહેતા સાંભળવામાં આવ્યા હતા કે બેરોજગાર યુવકોને પકોડા વેચવામાં ખરાબ નથી. હાશ્મી મુજબ શાહના આ નિવેદનથી યુવાઓમાં દિનની ભાવના ઉત્પન્ન થઈ રહી છે, ભણેલા-ગણેલા યુવાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડનારો નિવેદન છે. તમન્ના હાશ્મીએ કહ્યું કે અમિત શાહના નિવેદનથી તેઓ દુઃખી થયા છે. જો સરકાર ભણેલા-ગણેલાને નોકરી નથી આપતી તો તેમનો મજાક પણ ન ઉડાવે. સૌથી મોટો સવાલ છે કે શું પકોડા વેચવા માટે યુવાઓ ભણે છે. અમિત શાહના આ નિવેદનથી નોકરીઓ માટે લાઈનમાં ઊભેલા લોકો હતાશ છે. નોંધનીય છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગત પાંચ ફેબ્રુઆરીના રોજ પ્રથમ વખત રાજ્યસભામાં ભાષણ આપ્યું હતું.
આ દરમિયાન તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ટીવી ઈન્ટરવ્યૂના ચર્ચિત પકોડા રોજગારના નિવેદનનો બચાવ કરતા કહ્યું કે પકોડા વેચવા શરમી વાત બિલકુલ નથી, અમિત શાહે રાજ્યસભામાં કહ્યું હતું કે હું માનું છું કે ભીખ માંગવા કરતા કોઈ ચા કે પકોડા વેચે આજે ચા વેચનારાનો પુત્ર વડાપ્રધાન બન્યો છે. સામાજિક કાર્યકર્તા હાશ્મી પરિવારનો સ્વીકાર કરતા કોર્ટે સુનાવણી માટે ર૮ ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે.