(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
ટીડીપી સુપ્રીમો અને આંધ્ર મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુને લખેલા પત્રમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે વિશેષ દરજ્જાના મુદ્દે એનડીએમાંથી છેડો ફાડવો દૂર્ભાગ્યપૂર્ણ, એકતરફી છે. તેમણે આગ્રહપૂર્વક કહ્યું કે ભાજપ આંધ્રના લોકોની આશા-અપેક્ષાઓ પરત્વે ઉદાસીન બની તેવો નાયડુનો આક્ષેપ ખોટો અને આધાર વિહિન છે. અમિત શાહે પત્રમાં લખ્યું કે ટીડીપીનો નિર્ણય દૂર્ભાગ્યપૂર્ણ અને એકતરફી છે. મને બીક છે કે આ એક એવો નિર્ણય છે કે વિકાસની ચિંતાઓને બદલે ફક્ત રાજકીય વિચારણાને આધારે લેવામાં આવ્યો છે. નાયડુને લખેલા આઠ પાનાના પત્રમાં શાહે કહ્યું કે ભાજપ તમામના વિકાસમાં માને છે અને વડાપ્રધાન મોદીએ આંધ્રના વિકાસ માટે કોઈ કસર બાકી રાખી નથી. શાહે લખ્યું કે પીએમ મોદીએ હમેંશા જનતાનો હિતોને સર્વોપરી માન્યું છે. શાહે લખ્યું કે તમને યાદ હશે કે ગત લોકસભા અને રાજ્યસભા ચૂંટણી વખતે જ્યારે તમારી પાર્ટીનો યોગ્ય પ્રતિનિધિત્વ નહોતું ત્યારે ભાજપે જ એજન્ડા નક્કી કર્યો અને સુનિશ્ચિત કર્યું હતું કે કઠિન પરિશ્રમ કરનાર બે રાજ્યોના તેલુગુ લોકોની સાથે ન્યાય થાય. ઉલ્લેખનીય છે કે ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપી એનડીએમાંથી બહાર નીકળી ગયાં બાદ અમિત શાહે પહેલી વાર પત્ર લખ્યો છે. શાહે લખ્યું કે ટીડીપીનો નિર્ણય દૂર્ભાગ્ય અને એકતરફી હતો. ફક્ત રાજકીય સ્વાર્થ સાધવા માટે એનડીએમાંથી છેડો ફાડ્યો છે. શાહે તેમના પત્રમાં ઉમેર્યું કે અત્યાર સુધીના આંધ્રના કેટલાક પછાત જિલ્લાઓ માટે ૧૩૦૦ કરોડનુ ફંડ છુટુ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે આંધ્રના વિકાસ માટે કોઈ કસર રાખી નથી.
અમિત શાહનો નાયડુને પત્ર : વિશેષ દરજ્જાના મુદ્દે NDAમાંથી છેડો ફાડવો દુર્ભાગ્યપૂર્ણ, એકતરફી

Recent Comments