ન્યુઝ-૧૮ના એન્કર અમીશ દેવગણ કે જેણે ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી(ર.અ.) વિશે ડીબેટ આર પારમાં ખરાબ શબ્દોનું ઉચ્ચારણ કરી મુસ્લિમોની લાગણી દુભાવેલ છે અને હિન્દુ મુસ્લિમ એકતા ભડકાવવાનું કામ કરેલ છે. જેના વિરોધમાં વેજલપુર અને સરખેજ પોલીસ સ્ટેશનમાં એન્કર અમીશ દેવગણ અને તેની સાથેના ડિબેટમાં જે હાજર હતા તેઓ વિરૂદ્ધ અરજી આપવામાં આવેલ છે અને આ લોકો સામે કાયદેસરની કડક કાર્યવાહી થાય તેવી માંગણી કરવામાં આવેલ છે. વેજલપુર પોલીસ સ્ટેશનમાં જશ્ને ગરીબ નવાજ કમિટીના પ્રમુખ આસિફ ખાન જોલી અને ન્યુ સંગઠન ગ્રુપના પ્રમુખ ફારૂકભાઈ રંગરેઝ તરફથી જ્યારે સરખેજ પોલીસ સ્ટેશનમાં નુરજહા દિવાન તરફથી પણ અરજી આપવામાં આવેલ છે જેમાં યુનુસ મન્સૂરી, દાઉદભાઈ કોઠારીયા, શૌકત હુસેન મલેક, એઝાઝખાન પઠાણ, માહીર ડોડીયા, અજીજભાઈ લાઈટવાળા, ફિરોજભાઈ કુરેશી, બાબાખાન પઠાણ, તજજમુલ ખાન પઠાણ, નાસીરભાઈ શેખ, નજીર પટેલ, સુહાના બેન મન્સુરી, સમીના ખાન પઠાણ, અંજુબેન, ફિરદોશ બેન, ગુડ્ડી બેન, વસીમભાઈ ઝીણા, સમીર મન્સુરી, ફાતમા સૈયદ, નવાજખાન, અજીત ટાયરવાલા, તનવીર શેખ હાજર રહ્યા હતા અને અમીશ દેવગણ અને તેની સાથે હાજર મેમ્બરોને કડકમાં કડક સજા થાય તેવી માગણી કરી છે.