(એજન્સી) તા.૮
યુ.એસ. કોંગ્રેસ વુમન બેટ્ટી મેક્કલમે વેસ્ટ બેન્કમાં ઈઝરાયેલી દળો દ્વારા પેલેસ્ટીની બાળક પર ગોળીબાર કરવા અંગે નિંદા કરી છે. કોંગ્રેસી મહિલાએ આ ઘટનાને ‘ઘર્ષણપૂર્ણ રાજ્ય પ્રાયોજિત હત્યા’ ગણાવી હતી અને બાઈડેન વહીવટને આ ઘટનાની તપાસ કરવા વિનંતી કરી હતી. કબજે કરેલા વેસ્ટ બેન્કમાં શુક્રવારે અલ-મુઘૈયિર ગામના નજીક એક વિરોધ પ્રદર્શન દરમિયાન ૧૫ વર્ષીય પેલેસ્ટીની કિશોર અલી અબુ આલ્યાને તેના પેટમાં ગોળી મારવામાં આવી હતી. હત્યાના પગલે પેલેસ્ટીની અધિકારો માટેના કાર્યકરોમાં પણ આક્રોશ ફેલાયો હતો. મેક્કલમના ડેમોક્રેટ હાઉસના સાથી રશીદા તલાઈબ જે પેલેસ્ટીની વંશના છે, તમણે પણ આ હત્યાની નિંદા કરી હતી અને ટિ્‌વટર પર લખ્યું હતું કે, કોઈ પણ બાળક આ પ્રકારનાં મોતનો હકદાર નથી. યુએનઆઈસીઈએફએ પણ શુક્રવારે એક નિવેદન બહાર પાડીને અબુ આલ્યાની હત્યાની નિંદા કરી હતી. જેમાં કહ્યું હતું કે, યુએનઆઈસીઈએફ ઈઝરાયેલી અધિકારીઓને આગ્રહ કરે છે કે, તે આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ તમામ બાળકોના અધિકારોનો સંપૂર્ણ સન્માન, રક્ષણ કરે અને બાળકો ઉપર હિંસાનો ઉપયોગ કરવાથી દૂર રહે.