(એજન્સી) તા.૧પ
કોરોના સંકટની વચ્ચે આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર નજર રાખનારી એજન્સી યુનાઈટેડ સ્ટેટ્‌સ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલીઝીયસ ફ્રિડમે ભારતમાં નાગરિકતા સંશોધન કાયદો (સીએએ)નો વિરોધ કરી રહેલા મુસ્લિમોની ધરપકડનો મુદ્દો ઉઠાવ્યો છે. અમેરિકન પંચે જણાવ્યું કે, કોરોના સંકટ દરમિયાન આવા સમાચાર છે કે ભારત સરકાર સીએએનો વિરોધ કરનાર મુસ્લિમ કાર્યકર્તાઓની ધરપકડ કરી રહી છે, જેમાં સફોરા જરગર પણ સામેલ છે જે ગર્ભવતી છે. આ સમયે ભારતે કેદીઓને મુક્ત કરવા જોઈએ, ના કે વિરોધ કરવા માટે. પોતાના લોકતાંત્રિક અધિકારનો અભ્યાસ કરનારાઓને નિશાન બનાવવા જોઈએ. જણાવી દઈએ કે સફુરા સંશોધિત નાગરિકતા કાયદાની વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન કથિત હિંસાના આરોપમાં તિહાર જેલમાં કેદ છે અને ગર્ભવતી છે. જામિયા મિલિયા ઈસ્લામિયામાં એમફીલના વિદ્યાર્થી સફુરા જરગર પર આરોપ છે કે, તેણે પ્રદર્શનો દરમિયાન જાફરાબાદ મેટ્રો સ્ટેશનની નજીક અવરોધક લગાવ્યા હતા. સફુરાને પહેલાં પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી ત્યારબાદ તેની ધરપકડ કરી લેવામાં આવી. જોઈન્ટ પોલીસ કમિશનર, આલોકકુમાર મુજબ ધરપકડ આરોપી સફુરા જરગર પર આરોપ છે કે તેણે જાફરાબાદ વિસ્તારમાં સીએએ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું જ્યાં વધુ પડતી મહિલાઓ સહિત કેટલાક આંદોલનકારીઓએ પાછલા વર્ષે સંશોધિત કાયદા સીએએની વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે, યુનાઈટેડ સ્ટેટ્‌સ કમિશન ઓન ઈન્ટરનેશનલ રીલીજીયસ ફ્રિડમે સીએએને મુસ્લિમો માટે ભેદભાવપૂર્ણ અને પક્ષપાતી ગણાવ્યો છે. પંચની નાગરિકતા કાયદા પર ફેક્ટ શીટ નામથી જારી રિપોર્ટમાં પંચે જણાવ્યું કે એનઆરસીથી માત્ર મુસ્લિમો પ્રભાવિત થશે જ્યારે બિનમુસ્લિમોને સીએએ હેઠળ સુરક્ષા આપી દેવામાં આવશે.