(એજન્સી) તા.૨૨
અમેરિકા જેણે અફઘાનિસ્તાનમાં કથિત રીતે શાંતિ સ્થાપિત કરવાના નામે વિશ્વના એનક દેશોની સાથે સંગઠન બનાવી હુમલો કર્યો હતો. પરંતુ આજે તેજ અમેરિકા અફઘાનિસ્તાનને વધુ અશાંત બનાવી પોતે ત્યાંથી ભાગી જવા ઈચ્છે છે. આશંકા છે કે, અફઘાનિસ્તાનથી અમેરિકન સૈનિકોના હટ્યા પછી ત્યાં હિંસા અને ક્ષેત્રીય નાસભાગ વધી શકે છે. તેનું કારણ પણ સ્પષ્ટ છે કે, અમેરિકન એજન્સીઓના ઈશારા પર અફઘાનિસ્તાન પહોંચેલ દાઈશ અને તેનાથી સંબંધિત તકફીરી આતંકવાદી જૂથ સંગઠિત થઈને અફઘાનિસ્તાનમાં મજબૂત થઈ શકે છે તેમ પણ અમેરિકા અને તાલિબાનની વચ્ચે થયેલી સમજૂતિમાં સૈનિકોને ધીમે-ધીમે હટાવવાની વાત કહેવામાં આવી હતી. અમેરિકન સૈનિકોને એપ્રિલ સુધી અફઘાનિસ્તાન છોડવાનું હતું. પરંતુ હવે અમેરિકન સુરક્ષા મંત્રાલયનું કહેવું છે કે, લગભગ રપ૦૦ સૈનિકો જાન્યુઆરી સુધી અફઘાનિસ્તાન છોડી દેશે. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેનના પદ સંભાળવાના પહેલાં અમેરિકન સુરક્ષા મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, અમેરિકાએ આ વિચારીને તાલિબાન સાથે ડીલ કરી હતી કે, ક્યાં અફઘાનિસ્તાનમાં દાઈશનો વિસ્તાર ન થવા લાગે. સીરિયા અને ઈરાકમાં પોતાની તથાકપીત સત્તા ગુમાવ્યા પછી દાઈશ વિસ્તાર માટે નવી જમીન શોધી રહ્યું છે. ધ્યાન આપવા યોગ્ય છે કે, આ બધુ તે જ અફઘાનિસ્તાનમાં થઈ રહ્યું છે. જ્યાં અમેરિકા માત્ર એટલા માટે આવ્યું હતું કે, તે અલકાયદા, તાલિબાન અને અન્ય આતંકી જૂથોને અફઘાનિસ્તાનથી સાફ કરી દેશે. પરંતુ જે અફઘાનિસ્તાન પહેલાં માત્ર ચરમપંથી જૂથ તાલિબાનથી લડી રહ્યું હતું. અમેરિકાના પ્રવેશ પછી તે તાલિબાન તેમજ અલકાયદા, દાએશ થયા અને અનેક આતંકવાદી જૂથોથી લડી રહ્યું છે. આ દરમિયાન તાલિબાને અફઘાનિસ્તાનથી જલ્દી અમેરિકન સૈનિકોના હટવાનું સ્વાગત કર્યું છે. પરંતુ જર્મન વિદેશમંત્રી હાઈકો માસ જણાવે છે કે, અમેરિકાના આ પગલાંથી અફઘાન શાંતિ પ્રક્રિયાને ગંભીર નુકસાન થઈ શકે છે. ત્યાં અફઘાનિસ્તાનમાં હાજર અનેક જાણકારોએ આશંકા વ્યક્ત કરી અમેરિકન સૈનિકોના હટ્યા પછી તે જ લોહિયાળ સમય પરત ફરી શકે છે. તે જણાવે છે કે, અમને આ પણ વિશ્વાસ છે કે, અમેરિકા જે સૈનિકોને હટાવ્યા પછી અમેરિકા જ તે લોહિયાળ સમય ફરી એક વખત અફઘાનિસ્તાનમાં લાવવા ઈચ્છે છે. આવું કરી અમેરિકા અફઘાનિસ્તાની સીમાથી મળતા દેશોની સુરક્ષાને પણ જોખમમાં નાખી રહ્યું છે. તેની પાછળ પણ અમેરિકાનું કોઈ ષડયંત્ર હોઈ શકે છે. અફઘાનિસ્તાનથી અમેરિકન સૈનિકોને હટાવવાના નિર્ણય પર તેના પાડોશી દેશ પાકિસ્તાનની પણ નજર છે. બંને દેશોના સંબંધ ખૂબ તણાવપૂર્ણ રહ્યા છે. પરંતુ ઈમરાનખાન વડાપ્રધાન બન્યા પછી સ્થિતિમાં ઘણો સુધારો થયો છે. થોડાક દિવસ પહેલાં જ ઈમરાનખાને અફઘાનિસ્તાનનો પ્રવાસ કર્યો અને બંને દેશોની વચ્ચે કેટલીક સમજૂતી પર હસ્તાક્ષર પણ થયા. ઈમરાનખાન જણાવે છે કે, જો અમેરિકા તાત્કાલિક ત્યાંથી પોતાના સૈનિકોને હટાવશે તો તેનાથી અફઘાનિસ્તાનમાં નાસભાગ ફેલાઈ શકે છે. જેની અસર પાકિસ્તાન પર પણ પડશે. કુલ મિલાવીને અમેરિકા જલ્દી અફઘાનિસ્તાનને છોડવાની ઈચ્છા નથી ધરાવતું અને જો તે ખરેખર ત્યાંથી જઈ રહ્યું છે તો આ નિશ્ચિત છે કે, ચોક્કસ તેમાં તેનું કોઈ ષડયંત્ર છે, જે તે આતંકવાદીઓના ખભા પર રાખીને અંજામ આપવા ઈચ્છે છે.