(એજન્સી) તા.૧૯
અમેરિકાએ બુધવારે ઈરાન પર નિશાન સાધતા મોટા પાયેના નવા પ્રતિબંધો લાગુ કર્યા હતા. જેમાં સુપ્રીમ નેતા આયતુલ્લાહ અલી ખામેઈની દ્વારા નિયંત્રિત એક સંસ્થાને બ્લેકલીસ્ટ કરવામાં આવી હતી અને સરકાર વિરોધી પ્રદર્શનકારીઓ પરના જીવલેણ ક્રેકડાઉનના એક વર્બ પછી વોશિંગ્ટન દ્વારા કહેવાતા ઈરાનના માનવ અધિકારના ભંગનો હેતુ રાખ્યો હતો. રોઈટર્સનો અહેવાલ અમેરિકાના ટ્રેઝરી વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ પ્રતિબંધો, જેણે ઈરાનના ગુપ્તચર મંત્રીને પણ નિશાન બનાવ્યો હતો, તે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટ દ્વારા ઈરાન પર મહત્તમ દબાણ અભિયાનને મજબુત બનાવવા માટેની તાજેતરની કાર્યવાહીને ચિન્હિત કરે છે. આ પ્રતિબંધો ૩જી નવેમ્બરે થયેલી ચૂંટણીમાં પરાજય પછી ટ્રમ્પના કચેરી છોડી દેવાના લગભગ બે મહિના પહેલા જ સામે આવ્યા હતા. ટ્રેઝરી વિભાગે ખામેનીના મુખ્ય સમર્થન નેટવર્ક તરીકે વર્ણવી આની પર પ્રતિબંધો મુકયા હતા. વિભાગે જણાવ્યું કે તેણે બુનિયાદ મોસ્તાઝાફાન અથવા પીડિતોની સંસ્થાને બ્લેકલીસ્ટ કર્યું હતું. જેને ખામેઈની દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે, આ પગલાંમાં ઉર્જા ખાણકામ, અને નાણાકીય સેવાઓ સહિતના ક્ષેત્રોમાં ફાઉન્ડેશનની ૧૦ વ્યકિતઓ અને પ૦ સહાયક કંપનીઓને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. આ પ્રતિબંધો સામાન્ય રીતે અમેરિકનોને ઈરાની એકમો જોડે વ્યવસાય કરવાથી રોકે છે. આ સેવાભાવી સંસ્થા, જે આર્થિક સાંસ્કૃતિક અને સામાજિક કલ્યાણ સંસ્થા છે, તેણે બાકીની ઈરાની અર્થ વ્યવસ્યાના નુકસાન સામે મોટી સંખ્યામાં મિલકતનો સંગ્રહ કર્યો છે અને ૧૯૭૯ની ઈસ્લામીક ક્રાંતિ પછી જપ્ત કરેલી સેંકડો કંપનીઓ અને સંપત્તિઓને નિયંત્રિત કરે છે. એક નિવેદનમાં ટ્રેઝરી વિભાગે ખામેની ઉપર આ સંસ્થાની સંપત્તિને પોતાની ઓફિસને સમૃદ્ધ બનાવવા રાજકીય સાથીઓને ઈનામ આપવા અને શાસનના દુશ્મનોને હેરાન કરવા માટે ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. ટ્રેઝરી સચિવ સ્ટીવન મ્નુચીને એક નિવેદનમાં જણાવ્યું કે, અમેરિકા, મુખ્ય અધિકારીઓ અને આવક ઉત્પન્ન કરનારા સ્ત્રોતો પર નિશાનો સાધવાનું ચાલુ રાખશે, જે શાસનને પોતાના જ લોકો પર દમન ચાલુ રાખવા માટે સક્ષમ બનાવે છે. ટ્રેઝરી વિભાગે ઈરાનના ગુપ્તચર મંત્રી મહેમૂદ અલવી પર પ્રતિબંધો લાગુ કર્યા હતા અને તેમના મંત્રાલય પર ગયા વર્ષના વિરોધ પ્રદર્શન દરમ્યાન ઈરાનીઓ સામે ગંભીર માનવ અધિકારના ઉલ્લંઘનમાં ભૂમિકા ભજવવાના આરોપ લગાવ્યા હતા. અમેરિકાના વિદેશ સચિવ માઈક પોમ્પીઓએ એક નિવેદનમાં અન્ય દેશોને ઈરાન સામે તેના માનવાધિકારના ઉલ્લંઘનો બદલ કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો હતો.