(એજન્સી) વોશિંગ્ટન, તા.૧૫
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિઝા અંગે લેવાયેલા વિવાદિત નિર્ણયને અંતે કોર્ટના દખલ બાદ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. ટ્રમ્પ સરકારે નિર્ણય લીધો હતો કે કોરોના દરમિયાન ઓનલાઇન વર્ગો માટે પસંદગી કરનારા વિદેશી વિદ્યાર્થીઓના વિઝા પાછા ખેંચી લેવામાં આવશે. હાર્વર્ડ યુનિવર્સિટી અને અન્ય ઘણી સંસ્થાઓએ સરકાર વિરૂદ્ધ કાયદાઓનો આશરો લીધો અને ૬ જુલાઇએ લીધેલા યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટના નિર્ણયનો વિરોધ કર્યો. સુનાવણી દરમિયાન ન્યાયાધીશ એલિસન બેરોએ કહ્યું હતું કે, “સરકાર પોતાનો નિર્ણય પાછો ખેંચવા સંમત થઈ છે.” નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા નથી.
હાર્વર્ડ અને એમઆઈટીએ આઈસીઈ દ્વારા અપાયેલા આદેશને રદ કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી. એવું કહેવામાં આવતું હતું કે જે વિદ્યાર્થીઓ ઓનલાઈન વર્ગો લઈ રહ્યા છે, તેઓએ તેમના દેશમાં પાછા જવું પડશે. ડોનાલ્ડ ટ્રમ્પે અનેક સંસ્થાઓ વિરુદ્ધ પગલાં પણ લીધા હતા જેઓ ફરીથી કાર્યરત થવાની ઇચ્છા રાખે છે. યુનિવર્સિટીઓએ કહ્યું હતું કે જો આ પ્રકારનું પગલું લેવામાં આવે તો લોકોને ન તો માત્ર વ્યક્તિગત નુકસાન થશે પરંતુ તેમને આર્થિક નુકસાન પણ થશે. ૨૦૧૮-૧૯ના શૈક્ષણિક વર્ષમાં યુ.એસ.માં લગભગ ૧ મિલિયન વિદેશી વિદ્યાર્થીઓ હતા. અમરિકામાં રહીને ઓનલાઈન એજ્યુકેશન હાંસલ કરી રહેલા વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રદ કરવાના નિર્ણયને ટ્રમ્પ પ્રશાસને પરત લીધો છે. આ માહિતી મંગળવારે યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ વિભાગ તરફથી કોર્ટમાં આપવામાં આવી છે. ટ્રમ્પ પ્રશાસનના આ નિર્ણયથી મોટી સંખ્યામાં અમેરિકામા અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓને રાહત મળી છે. અમેરિકાની એક કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયના ટ્રમ્પ પ્રશાસને પોતાના આ નિર્ણયની જાણકારી આપી હતી. જસ્ટિસ એલીસન બરોજે સુનાવણીમાં જણાવ્યું હતું કે સરકારે કરેલો નિર્ણય રદ કર્યો છે. સાથે જ આ મામલે ચાલી રહેલી કાર્યવાહીને તાત્કાલીક બંધ કરવા પણ સહમતી આપી છે.