(એજન્સી) રિયાધ, તા. ૨૮
સઉદી અરબના પશ્ચિમ રણ વિસ્તારોમાં અનેક પોર્ટ અને એરબેઝ પર અમેરિકી સૈનિકોએ પોતાની હાજરી વધારી છે અને ઇરાન સાથે સંઘર્ષની ઘટનાઓમાં બેઝ માટેના વિકલ્પો તૈયાર કરી રહી છે તેમ એક અહેવાલમાં જાણવા મળ્યું છે. વોલસ્ટ્રીટ જર્નલના અહેવાલ અનુસાર પ્રાંતમાં સર્વોચ્ચ અમેરિકી સૈન્ય કમાન્ડર પાસેથી પ્રાપ્ત કરવામાં આવી છે જેમણે ગયા વર્ષે સઉદીના નોંધણી કર્યા વિનાના બેઝને ઉમેર્યા હતા તથા ઇરાની બેલેસ્ટિક મિસાઇલોના મારાને સુરક્ષિત રીતે સામનો કરવા તથા તેનાથી થતું નુકસાન ઘટાડવા માટે સૈનિકો અને સાધનોના વૈકલ્પિક ઉપયોગ માટે સર્ચ કર્યું હતું. ઇરાન તરફથી પ્રાંતમાં જોખમને ખાળવા માટે ૨૦૧૯થી સઉદી અરબના પ્રિન્સ સુલ્તાન એરબેઝમાં હજારો અમેરિકી સૈનિકો, ફાઇટર્સ અને અન્ય સાધનો ખડકી દેવાયા છે. વાસ્તવમાં અમેરિકાના વિદાય લઇ ચૂકેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સઉદી સાથે સારા સંબંધો સ્થાપિત કરવા માટે આ સૈનિકોને તૈનાત કર્યા હતા. ૨૦૧૮માં તુર્કીમાં સઉદીના દૂતાવાસમાં સઉદીના પત્રકાર જમામ ખાશોગીની હત્યા સંદર્ભે અમેરિકાએ સઉદી સાથે ઘનિષ્ઠ સંબંધો બનાવાની શરૂઆત કરી હતી.
અમેરિકાએ સઉદી અરબમાં સૈેનિકોની હાજરી વધારી

Recent Comments