(એજન્સી) એ.એફ.પી.,તા.૨૮
દમાસ્ક ખાતેના પૂર્વ અમેરિકી રાજદૂત રોબર્ટ ફોર્ડે એક મેગેઝીનમાં લખ્યું છે કે સીરિયામાં દાઈશોને હરાવવા માટે અમેરિકાએ તુર્કીની મદદ લેવી જોઈએ. એક આર્ટીકલમાં ફોર્ડે લખ્યું છે કે અંકારાનો મદદ કરવાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ દેખાઈ રહ્યો છે કારણ કે દાઈશોએ તુર્કીમાં પણ ત્રાસવાદી હુમલાઓ કર્યા છે. જો બાઈડેનના વહીવટે સીરિયામાંથી પોતાના સૈનિકોને પાછા બોલાવવા જ જોઈએ અને તુર્કી અને રશિયા ઉપર વિશ્વાસ મૂકવો જોઈએ. જેઓ દાઈશોનો મુકાબલો કરશે. એમણે કહ્યું કે જો અમેરિકાની સીધી દરમિયાનગીરી નહિ હોય અને તેઓ કુર્દીશોને મદદ નહિ કરે તો સહયોગ વધુ સરળ બનશે. એમણે સીરિયા બાબતે અમેરિકાની નીતિની ટીકા કરતા જણાવ્યું કે અમેરિકા અસાદ પાસેથી રાજકીય લાભ મેળવવા અને સીરિયન નાગરિકો ઉપર હુમલો બંધ કરવા કહે છે. નાગરિકો ઉપર કરાતા હુમલાઓથી દાઈશો સામેની લડાઈ વધુ ગુંચવાય છે. તુર્કી ત્રાસવાદી સંગઠનોને સીરિયા અને તુર્કીમાં નાબૂદ કરવા પ્રયાસો કરી રહ્યું છે, ગયા અઠવાડિયે ૮ વિદેશીઓની મધ્ય તુર્કીમાંથી ધરપકડ કરાઈ હતી. એમની ઉપર પ્રતિબંધિત કુર્દીશ અને દઈશ સંગઠનો સાથે સંબંધો હોવાની શંકા હતી.