(એજન્સી) તા.૩
અમેરિકાએ સીરિયાની સરકાર પર દબાણ બનાવવા માટે વ્યક્તિગત તેમજ સંસ્થાગત પ્રતિબંધો લગાવવાની જાહેરાત કરી છે. અમેરિકાના નાણાં વિભાગે જણાવ્યું કે નવા પ્રતિબંધો સીરિયાના જનરલ ઈન્ટેલીજન્સ નિર્દેશાલયના પ્રમુખ, સેન્ટ્રલ બેંક ઓફ સીરિયાના ગવર્નર તેમજ એક વેપારી નેટવર્કની વિરૂદ્ધ લગાવ્યા છે. જે કથિત રીતે સરકાર અને તેના સમર્થકો માટે નાણાં એકઠા કરે છે. સાથે જ અમેરિકન નાણાં વિભાગે સીરિયાના સંઘર્ષમાં ભૂમિકા ભજવવાના આરોપના ત્રણ સીરિયન નાગરિકોને બ્લેક લિસ્ટમાં નાખી દીધા છે.