(એજન્સી) તહેરાન,તા.૪
ઈરાનના સુપ્રીમ નેતા આયાતોલ્લાહ અલી ખામેનાઈએે આજે જાહેરાત કરી હતી કે અમેરિકામાં રાષ્ટ્રપતિ તરીકે ગમે એમની જીત થાય પણ અમારી અમેરિકા તરફેની નીતિમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવશે નહિ. અમેરિકા તરફે અમારી નીતિ સ્પષ્ટ છે એમાં કોઈ વ્યક્તિના આવવા જવાથી ફેરફાર થશે નહિ. ખમૈનીએ દેશના અધિકૃત ટીવીના પ્રસારણમાં કહ્યું હતું. આજે અમેરિકામાં રાષ્ટ્રપતિ માટે ચૂંટણીઓ થઇ રહી છે જેમાં ટ્રમ્પને પણ ફરીથી તક મળી શકે છે અથવા એમના હરીફ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ બિડેન પણ પુનઃ વ્હાઈટ હાઉસમાં પ્રવેશી શકે છે. ખમૈની ટ્રમ્પના મતદારો સાથે છેતરપિંડીના દાવા સામે વ્યંગ કરી રહ્યા હતા, એમણે કહ્યું કે જો તમે પોતાની પરિસ્થિતિ તરફ જુઓ તો એ જોવામાં સારું લાગશે. ટ્રમ્પે ચૂંટણીઓ યોજતા પહેલા કહ્યું હતું કે આ ચૂંટણીઓ અમેરિકાના ઈતિહાસમાં સૌથી વધુ સખત હશે. આ કોણ કહી રહ્યું છે ? જે કાર્યરત રાષ્ટ્રપતિ છે, જે પોતે જ ચૂંટણીઓ યોજી રહ્યા છે. એમના વિરોધીઓ કહે છે કે ટ્રમ્પનો સંકેત મોટા પાયે છેતરપિંડી કરવાનો છે. આ અમેરિકાની લોકશાહી છે. ખામેનાઈએ કહ્યું કે ચૂંટણીના પરિણામો અમારો વિષય નથી અર્થાત એ અમારી નીતિઓ ઉપર કોઈ અસર કરશે નહિ. અમારી નીતિ સ્પષ્ટ અને સારી રીતે ઘડાયેલ છે. લોકો આવશે અને જશે પણ અમારી નીતિ એ જ રહેવાની છે. પોતાના સંબોધનમાં ખામેનાઈએ ફ્રાંસની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, રાષ્ટ્રપતિ મેક્રોને પયગંબરનું કાર્ટૂન દોરનારનું સમર્થન નહિ કરવું જોઈતું હતું એ એમની ગંભીર ભૂલ હતી.
અમેરિકાના ચૂંટણી પરિણામોને ધ્યાનમાં લીધા વિના ઈરાનની નીતિમાં કોઈ ફેરફાર નહીં : ખામેનાઈ

Recent Comments