(એજન્સી) બેઇજિંગ, તા.૯
અમેરિકામાં વહેલી તકે સ્ટીલ અને એલ્યમિનિયમ પર આયાત દર લાગશે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ અંગેની જાહેરાત થયા બાદ અન્ય દેશો આ નિર્ણય વિરૂદ્ધ ઉતરી આવ્યા છે. ચીન અને જાપાને આ નિર્ણયનો જાહેરમાં વિરોધ કર્યો છે. ચીને કહ્યું છે કે, ટ્રમ્પ દ્વારા લગાવાયેલા આયાત જકાતના નિર્ણયને કારણે આંતરરાષ્ટ્રીય વેપાર માટે ભયજનક છે અને તેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં નુકસાન થશે. બીજી તરફ જાપાને કહ્યું છે કે, આના કારણે અમેરિકાને પસ્તાવાનો વારો આવશે. ચીન દ્વારા નિવેદનમાં કહેવામાં આવ્યંુ છે કે, અમેરિકા દ્વારા લેવાયેલા આ નિર્ણય અત્યારસુધી સરળતાથી થઇ રહેલા આંતરરાષ્ટ્રીય વેપારને નુુુુુુુકસાન પહોંચાડશે. જાપાને કહ્યું છે કે, આના કારણે બે દેશો વચ્ચે સંબંધોમાં કડવાશ આવશે. જાપાનના વિદેશ મંત્રી ટેરો કોનોએકહ્યું છે કે, આ નિર્ણયને કારણે ટ્રમ્પ અને અમેરિકાએ પસ્તાવાનો વારો આવશે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, અમેરિકા આવનારા એલ્યુમિનિયમ અને સ્ટીલ પ્રોડક્ટ પર આયાત ડ્યુટી લગાવશે. ટ્રમ્પ અનુસાર આ ડ્યુુુુુુુુુુુટી આગામી ૧૫ દિવસોમાં લગાવાની શરૂ થઇ જશે. હાલ ફક્ત કેનેડા અને મેક્સિકોને જ આમાંથી છૂટ આપવામાં આવશે. આ નિર્ણયથી અન્ય દેશોમાં ખળભળાટ વ્યાપી ગયો છે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે, જે દેશો એ વિશ્વાસ અપાવશે કે તેનાથી અમેરિકી વેપારને કોઇ નુકસાન નહીં થાય તેમને પણ છૂટ આપવામાં આવશે. નિષ્ણાતોનું કહેવું છે કે, અમેરિકાના આ નિર્ણયથી ભારત પર તેની સામાન્ય અસર થશે કેમ કે, ભારત ત્યાં ઘણો ઓછો માલ પહોંચાડે છે. નવા નિયમો બાદ ટ્રમ્પ પોતાની મરજીથી આ નિયમોમાં ફેરફાર કરી શકશે. અમેરિકાના આ નિર્ણય પાછળ ચીનને કારણ માનવામાં આવી રહ્યું છે કેમ કે છેલ્લા થોડા સમયમાં જ ચીને સ્ટીલ અને એલ્યુમિનિયમ પ્રોડક્ટમાં ઘણું ઉત્પાદન કર્યું છે. આનાથી બજારમાં માલ વઘી ગયો અને અમેરિકાને નુકસાન જઇ રહ્યું હતું. અમેરિકામાં આના કારણે માર્કેટ ઠપ્પ થતા ઘણા લોકોએ પોતાની નોકરીઓ ગુમાવવી પડી હતી.