(એજન્સી) તા.૧૩
અમેરિકાના નવા વરાયેલા ઉપ રાષ્ટ્રપ્રમુુખ કમલા હેરીસને જ નહીં પરંતુ નવા વરાયેલા પ્રમુખ જો બાઈડેન પણ ભારતમાં નાગપુર કનેક્શન ધરાવે છે અને તેમના કેટલાક દૂરના સગાઓ ભારતમાં છે. જો બાઈડેને ૨૦૧૩માં અને ત્યાર બાદ ૨૦૧૫માં તેમની સાથે વાત કરી હતી. તેઓ ૧૮૭૩થી મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં રહે છે એવો તેમણે દાવો કર્યો છે. જો બાઈડેન જ્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ તરીકે ૨૦૧૩માં મુંબઇ આવ્યા હતા ત્યારે તેમણે એક ઇવેન્ટના જણાવ્યું હતું કે તેમના કેટલાક સગા-સંબંધીઓ ભારતની આર્થિક રાજધાનીમાં રહે છે. ૨૦૧૩માં મુંબઇ ખાતે એક ઇવેન્ટમાં અને ત્યાર બાદ ૨૦૧૫માં વોશિંગ્ટન ખાતે એક બીજા ઇવેન્ટમાં બાઈડેને જણાવ્યું હતું કે ૧૯૭૨માં સેનેટર બન્યા બાદ તેમને ભારતના એક બાઈડેન તરફથી પત્ર મળ્યો હતો અને જાણવા મળ્યું હતું કે તેના વડવાઓએ ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં કામ કર્યુ હતું. આ પત્ર નાગપુર સ્થિત લેસ્લી બાઈડેન દ્વારા લખવામાં આવ્યો હતો કે જેમના પૌત્રો નાગપુરમાં રહે છે અને દાવો કરે છે કે તેમનો પરિવાર ૧૮૭૩થી ત્યાં વસે છે. નાગપુર સ્થિત મનોવૈજ્ઞાનિક લેસ્લીની પૌત્રી સોનિયા બાઈડેન ફ્રાંસીસે જણાવ્યું હતું કે નાગપુર અને દરેક જગ્યાની બોલીએ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણીમાં બાઈડેનની જીતમાં પ્રેરક ભૂમિકા નિભાવી હતી. સોનિયાએ જણાવ્યું હતું કે લેસ્લી બાઈડેન નાગપુરમાં રહેતાં હતાં અને ૧૮૭૩માં તેમનું અવસાન થયું તે પહેલા તેઓ ઓરેન્જ સિટીમાં ભારત લોજ એન્ડ હોસ્ટેલ અને ભારતીય કાફેના મેનેજર હતાં. લેસ્લી અને જો બાઈડેને એક બીજા સાથે પત્ર વ્યવહાર બદલ એક બીજાનો આભાર માન્યો હતો. જો કે લેસ્લી બાઈડેનનું ૧૯૮૩માં નાગપુર ખાતે મૃત્યુ થયું હતું અને ત્યાર બાદ લેસ્લીના પત્ની આ કુટુંબના વટવૃક્ષને આગળ વધારવા અસમર્થ હતાં એવું લેસ્લીની પૌત્રી રોવેનાએ જણાવ્યું હતું કે જે પણ નાગપુરમાં રહે છે.