(એજન્સી) તા.૨૯
અમેરિકન ઇઝરાયેલી પોલિટીકલ એક્શન કમિટી પાસેથી પાઠ ભણીને ભારતના હિંદુત્વ ફાસીવાદી જૂથ આરએસએસએ ૨૦૧૨માં તેની વ્યૂહરચના બેઠકમાં એવો નિષ્કર્ષ કાઢ્યો હતો કે અમેરિકામાં પોતાના હમદર્દો અને સભ્યો દ્વારા તે યહુદી જૂથોનું અનુકરણ કરી શકે છે.
તેણે નિર્ણય કર્યો હતો કે જો અમેરિકામાં સમર્થક પ્રમુખ સાથે અમેરિકન કોંગ્રેસ અને સેનેટમાં પોતાના પર્યાપ્ત સભ્યો હોય તો ભાજપ શાસિત ભારત પ્રત્યે અમેરિકન નીતિને પ્રભાવિત કરવા માટે એક લોબી ઊભી કરવી જોઇએ. અમેરિકાની ચૂંટણી પ્રક્રિયા અને તેની નાણા આધારીત રાજનીતિ અંગે મહત્વની માહિતી પૂરી પાડનાર અમેરિકન હિંદુ સંગઠનોમાં ૧૯૭૦માં રચાયેલ હિંદુ વિશ્વ પરિષદ ઓફ અમેરિકા (બીએચપીએ) અને ૨૦૦૩માં રચાયેલ હિંદુ અમેરિકન ફેડરેશન (એચએએફ)નો સમાવેશ થતો હતો. આ બંને ગ્રુપના મૂળ હિંદુત્વ નેતા ગોલવલકરમાં રહેલા છે કે જેઓ હિટલર અને યહુદીઓના વિનાશની તેની નીતિના ચુસ્ત સમર્થક હતાં. હિંદુત્વ લોબી હવે પરિપક્વ છે અને ૨૦૨૦ની ચૂંટણીમાં પોતાની તાકાતનો ઉપયોગ કરવા તૈયાર છે. તેના નેતા અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લેઆમ ટ્રમ્પ માટે પોતાનો અસ્તિત્વમાં નથી એવો વોટ આપે છે. તેની માતૃ સંસ્થા આરએસએસ અને ભાજપ વિહિપ અને એચએએફ તેમજ હિંદુ રીપબ્લિકન એન્ડ હિંદુ ડેમોક્રેટીક પીએસી સહિત જુદા જુદા જૂથોને રાજકીય વર્તુળોમાં પગપેસારો કરવા સૂચના આપે છે.
એક વિદેશ અમેરિકાની ચૂંટણીને પ્રભાવિત કરવા માટે કેટલી હદે પોતાની વગનો ઉપયોગ કરે છે તેનું આ સ્પષ્ટ ઉદાહરણ છે. પીએસીએ તાજેતરમાં હિંદુ ઉમેદવારોને મોટા ભાગે દાન કર્યુ છે. આ ચૂંટણીમાં હિંદુત્વ લોબી ટેક્સાસના ૨૨માં કોંગ્રેસનલ જિલ્લામાં ખુલ્લી બેઠક પર ચૂંટણી લડી રહેલા એક ઉમેદવાર પાછળ ભારે જંગી રોકાણ કર્યુ છે. હિંદુત્વ બળો પોતાના આંતરિક વર્તુળમાં શ્રી પ્રેસ્ટન કુલકર્ણીને આરએસએસના ફાસીવાદી જૂથના હિતનું જતન કરવા માટેના ધર્મયુદ્ધમાં હિંદુ યોદ્ધા તરીકે ગણાવે છે. ઉમેદવાર સેક્યુલરીસ્ટ હોવાનો દાવો કરે છે પરંતુ તેમને પોતાના પ્રચાર અભિયાનમાં યોગદાન આપનાર હિંદુત્વ સમર્થકોના દાનની રકમ સાથે કોઇ વાંધો નથી.