વોશિંગ્ટન,તા.૨૯
કોરોના વાયરસના કહેર વચ્ચે યુનાઈટેડ સ્ટેટ્‌સ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલીજિયસ ફ્રીડમએ પોતાના રિપોર્ટમાં ભારતની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. યુએસસીઆઇઆરએફના ઉપપ્રમુખ નાદિને મેઈન્જાએ જણાવ્યું કે, ભારતમાં નાગરિક્તા સંશોધન કાયદો સંભાવિત રીતે લાખો મુસ્લિમોને ડિટેન્શનમાં લેવા અને તેમને રાજ્ય વિહિન કરવાની સરકારની રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટરને ઉજાગર કરે છે.
રિપોર્ટ કહે છે કે, ૨૦૦૪ બાદ આ પ્રથમ વખત છે, જ્યારે યુએસસીઆઇઆરએફએ પોતાના રિપોર્ટમાં ભારતની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હોય. ૨૦૧૮માં ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિત વણસી છે. ભારતના લગભગ ત્રીજા ભાગના રાજ્યોએ બિન-હિન્દુઓ અને દલિતો વિરૂદ્ધ ભેદભાવપૂર્ણ થવા ગૌ-હત્યા વિરોધી કાયદા ઝડપથી લાગૂ કર્યાં. આ ઉપરાંત હિંસા સાથે સંકળાયેલા ગૌ-રક્ષા દળ મુખ્ય રીતે મુસ્લિમો અને દલિતોને પોતાના ટાર્ગેટ બનાવી રહ્યું છે.
આ ઉપરાંત ગૌ-હત્યા અથવા પરાણે ધર્મ પરિવર્તનના ખોટા આરોપના આધાર પર કોઈ વ્યક્તિની હત્યા કરવાના કેસોમાં પોલીસ તપાસ યોગ્ય રીતે નથી કરવામાં આવી. દેશની સુપ્રીમ કોર્ટે પણ તેના પર નિરાશા વ્યક્ત કરી હતી.
ધાર્મિક મામલાની સ્વતંત્રતાને લઈને યુએસસીઆઇઆરએફએ આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ અંતર્ગત ધાર્મિક સ્વતંત્રતા ઉલ્લંઘનમાં સામેલ રહેવા અથવા ચાલુ રાખવાના કારણે ભારતને ફરીથી ટીયર-૨માં રાખવામાં આવ્યું છે. ટીયર-૨નો અર્થ છે કે, “વિશેષ ચિંતાનો દેશ.
રિપોર્ટ કહે છે કે, છેલ્લા એક દાયકામાં દેશમાં ધાર્મિક આધારે અલ્પસંખ્યકો માટે સ્થિતિ વધારે ખરાબ થઈ છે. આરએસએસ સહિતના સંગઠનોએ ધાર્મિક હિંસાને પ્રોત્સાહન આપ્યું છે.

USCIRFએ ભારતને ૧૪ “ચોક્કસ ચિંતાગ્રસ્ત
દેશો”માં સામેલ કરતાં ભારતે અહેવાલને ભેદભાવપૂર્ણ અને વિવાદાસ્પદ ગણાવ્યો

ભારતે અમેરિકી સંસ્થા યુએસસીઆઇઆરએફનો રિપોર્ટ ફગાવતા જણાવ્યું કે, અમેરિકન સરકારના પેનલનું જૂઠ નવા સ્તર પર પહોંચી ગયું છે. ભારત વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રવાસ્તવે જણાવ્યું કે, અમે યુએસસીઆઇઆરએફના વાર્ષિક રિપોર્ટમાં ભારત વિરૂદ્ધ કરવામાં આવેલા આરોપોને ફગાવીએ છીએ. ભારત વિરૂદ્ધ તેના આ પૂર્વગ્રહયુક્ત અને પક્ષપાતપૂર્ણ નિવેદનો નવા નથી, પરંતુ હાલના સયમે તેમના ખોટા આરોપો નવા સ્તર પર પહોંચી ગયા છે.