(એજન્સી) તહેરાન, તા.૫
ઈરાનના રાષ્ટ્રપતિ હસ્સન રૂહાનીએ કહ્યું કે અમેરિકાના ચૂંટણી પરિણામો ધર્મગુરુઓ દ્વારા શાસિત દેશ માટે મહત્વપૂર્ણ નથી પણ મહત્વપૂર્ણ એ છે કે નવા રાષ્ટ્રપતિએ આંતરરાષ્ટ્રીય સમજૂતીઓ અને કાયદાઓનો આદર કરવો જોઈએ. તહેરાન માટે અમેરિકાની આગામી વહીવટી નીતિઓ મહત્વપૂર્ણ છે અને નહિ કે કોણ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતે છે, રૌહાનીએ કેબીનેટ મીટીંગમાં કહ્યું હતું. ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેને વચન આપ્યું હતું કે જો ઈરાન તે શરતોનું પાલન કરશે તો તેઓ ઈરાનની ૨૦૧૫ની પરમાણુ સમજૂતીમાં ફરીથી ૬ દેશો સાથે જોડાશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ ૨૦૧૮માં આ સમજૂતીમાંથી દૂર થઇ ગયા હતા અને ફરીથી ઈરાન ઉપર આર્થિક પ્રતિબંધો મૂક્યા હતા જેના લીધે ઈરાનના અર્થતંત્રને માઠી અસર થઇ હતી અને એના બદલાના ભાગરૂપે ઈરાને સમજૂતીની શરતોમાંથી પીછેહઠ શરુ કરી હતી. રૂહાનીએ કહ્યું કે અમારો આદર થવો જોઈએ, નહિ કે અમારા ઉપર અમેરિકા દ્વારા પ્રતિબંધો મૂકાય. અમેરિકાની ચૂંટણીઓમાં કોણ જીતે છે એ મહત્વપૂર્ણ નથી પણ અમારા માટે અમેરિકાની નીતિઓ અને સિદ્ધાંતો મહત્વપૂર્ણ છે.
ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ ઈરાન સાથે નવી સમજૂતી કરવા ઈચ્છે છે જે ઈરાનના મિસાઈલ પ્રોગ્રામને ઉકલશે અને એમની આ ક્ષેત્ર ઈરાક, સીરિયા,લેબેનોન અને યમનમાં હાજરીને સમર્થન આપશે.ઈરાને કોઈ પણ વાતચીત કરવાનો ઇનકાર કર્યો હતો. એમણે કહ્યું કે પહેલા અમેરિકાએ સમજૂતી પર પાછું આવવું જોઈએ.