(એજન્સી) તા.રર
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કોરોનાના વધતા પ્રકોપને જોતા એક મોટો નિર્ણય લીધો છે. અમેરિકા આવનારા દરેક પ્રવાસીને કવોરન્ટાઈન રહેવું પડશે. નેગેટીવ રિપોર્ટ આવતા જ આગળ જવાની પરવાનગી હશે. અમેરિકામાં સત્તા પરિવર્તન છતાં ચીન અને પાકિસ્તાન પ્રતિ નીતિઓમાં પરિવર્તન નહીં થાય. નવા ચૂંટાયેલા અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેનનું તંત્ર પણ ભારતની સાથે સીમા વિવાદમાં ચીનની સાથે કડકાઈની નીતિ પર ચાલતું રહેશે. બાઈડેન તંત્ર તરફથી પાકિસ્તાનને આતંકવાદીઓને મદદ કરવાની વિરૂદ્ધ ચેતવ્યું છે અમેરિકાના ભાવી સુરક્ષા મંત્રી જનરલ લોયડ ઓસ્ટિને સ્પષ્ટ કરી દીધું છે કે, પાકિસ્તાને પોતાનું વલણ બદલવું પડશે. લશ્કરે તૈયબા અને અન્ય ભારત વિરોધી આતંકવાદીઓને મદદ પહોંચાડવાના ઉદ્દેશથી બહાર આવવું જોઈએ. તેમણે ચીનની વિરૂદ્ધ પણ સખ્ત વલણના સંકેત આપ્યા. તેનાથી સ્પષ્ટ છે કે બાઈડેન તંત્ર ચીન અને પાકિસ્તાન બંને દેશોની વિરૂદ્ધ પહેલાની જેમ સખ્ત નીતિ આપનાવશે.