વોશિંગ્ટન,તા.૩
કોરોના વાયરસના કહેરનો સામનો કરી રહેલા અમેરિકામાં મૃતકોની સંખ્યા ૬પપર પહોંચી ગઈ છે. ગુરુવારે ૨૪ કલાકમાં જ ૧૧૬૯ લોકોના મોત થયા, જે એક રેકોર્ડ છે. અમેરિકામાં કોરોના વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધી ૨,૪૩,૦૦૦ લોકો આ કિલર વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે.
જોન હોપકિન્સ યુનિવર્સિટી મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના ૩૦ હજાર નવા મામલા સામે આવ્યા છે. યુનિવર્સિટીએ જણાવ્યું કે કોરોનાએ ગુરુવારે ૧૧૬૯ લોકોનો જીવ લીધો. આ પહેલા ઈટાલીમાં ૨૭ માર્ચે ૯૬૯ લોકોના મોત થયા હતા. આ સાથે જ અમેરિકામાં આ મહામારીથી મરનારા મૃતકોની સંખ્યા ૫૯૨૬ થઈ ગઈ છે.
અમેરિકાના વુહાન કહેવાતા ન્યૂયોર્ક શહેરમાં મૃતકોની સંખ્યા ૧૫૦૦ સુધી પહોંચી ગઈ છે. લગભગ ૫૦ હજાર લોકો ન્યૂયોર્કમાં કોરોના વાયરસથી સંક્રમિત છે. અમેરિકામાં અત્યાર સુધી ૩૦ લાખ લોકોનો કોરોના ટેસ્ટ કરાયો છે. અમેરિકાના કોરોના વાયરસની લડાઈમાં માસ્ક, ગાઉન સહિતનો જરૂરી ચિકિત્સા સામાનનો જથ્થો ખતમ થવા સુધી પહોંચી ગયો છે.