(એજન્સી)
વોશિંગ્ટન, તા.૨૫
અમેરિકામાં કોરોના વાયરસના કારણે સ્થિતી સુધરવાના બદલે દિન પ્રતિદિન વધારે ખરાબ થઇ રહી છે. કારણ કે દરરોજ નવા નવા કેસો સપાટી પર આવી રહ્યા છે. હજારોની સંખ્યામાં કેસો સપાટી પર આવી રહ્યા છે અને હજારોની સંખ્યામાં લોકોના મોત થઇ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમેરિકામાં ૧૮૫૦ લોકોના મોત થયા છે. આની સાથે જ અમેરિકામાં મોતનો આંકડો વધીને બાવન હજારથી ઉપર પહોંચી ગયો છે. જ્યારે એકલા અમેરિકામાં કેસોની સંખ્યા તો નવ લાખ કરતા વધારે થઇ ગઇ છે. અમેરિકામાં હજુ ૭૬૨૬૦૬ કોરોનાના એક્ટિવ કેસો રહેલા છે. જે ખતરનાક સ્થિતીનો સંકેત આપે છે. આ એક્ટિવ કેસ પૈકી ૧૫ હજારથી વધારે દર્દી ગંભીર રહેલા છે. જે સંકેત આપે છે કે મોતનો આંકડો કેટલી ગતિથી વધી રહ્યો છે. અમેરિકામાં હાલત એટલી ખરાબ થઇ છે કે, દરેક અઢી મિનિટમાં એક વ્યક્તિનું મોત થઇ રહ્યું છે. કોરોનાની સૌથી વધારે અસર ન્યુયોર્કમાં થઇ છે.અહીં પોઝિટિવ કેસોની સંખ્યા રેકોર્ડ ગતિથી વધી રહી છે. ન્યુયોર્કમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા એટલી વધારે છેકે,કે લાશોની દફનવિધિ માટે મુશ્કેલી પડી રહી છે. દુનિયામાં સૌથી વધારે કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા હવે અમેરિકામાં નોંધાઇ ચુકી છે. અમેરિકાને સફળતા મળી રહી નથી. જેથી બીજા દેશોમાં પણ ચિંતા સતત વધી રહી છે. તમામ પ્રયોગ યુદ્ધના ધોરણે થઇ રહ્યા હોવા છતા નિષ્ફળતા મળી રહી છે. સરકારને એવી દહેશત રહેલી છે કે આ કોરોના વાયરસના કારણે આવનાર દિવસોમાં અમેરિકામાં એકથી ૨.૪ લાખ લોકોના મોત થઇ શકે છે. આ મહાસંકટની સ્થિતી વચ્ચે માસ્ક અને અન્ય તબીબી સાધનોની કમી થઇ ગઇ છે. ન્યુયોર્ક અને લોસ એન્જલસ અને અન્ય જગ્યાએ પણ સ્થિતી ખરાબ થઇ રહી છે. અમેરિકામાં અમેરિકામાં હાલમાં તંત્ર લાચાર છે. અમેરિકા કોરોનાના કારણે પ્રભાવિત થયેલા સૌથી વધારે દેશ પૈકી છે. ચીનના કારણે આ હાલત થઇ હોવાનો આક્ષેપ અમેરિકી લોકો કરી રહ્યા છે. જો કે અમેરિકી તંત્રની લાપરવાહી પણ આમાં દેખાઇ છે. અમેરિકા પણ કોરોના સામે જંગમાં પરાજિત છે કે કેમ તેની ચર્ચા ચાલી રહી છે કારણ કે કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. સાથે સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. દુનિયામાં કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત દેશમાં અમેરિકામાં છે.કોરોનાના કારણે દુનિયાના ૨૧૦ હાલમાં પ્રભાવિત થયેલા છે.

અમેરિકા મુશ્કેલીમાં…….

મોતનો કુલ આંકડો થયો ૪ર,૩પ૯
કુલ કેસોની સંખ્યા થઇ ૯,ર૮,૩૯૦
નવા કેસો નોંઘાયા ૩૮૫૨૩
૨૪ કલાકમાં મોત ૧૮૫૦
ં રિકવર લોકો ૧,૧૦,૪૯૦
એક્ટિવ કેસોની સંખ્યા ૭,૬પ,પર૧