વોશિંગ્ટન,તા.૨
ચીનના વુહાનથી શરૂ થયેલુ કોરોના વાયરસનું સંક્રમણ સમગ્ર વિશ્વમાં તાંડવ મચાવી રહ્યું છે. અમેરિકામાં કોરોના પોઝિટિવ કેસો સતત વધી રહ્યા છે અને મોતનો આંકડો પણ છેલ્લા કેટલાક દિવસોથી અટકવાનું નામ નથી લઈ રહ્યો. અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૦૦થી વધુ લોકોના મોત કોરોનાના કારણે થયા છે. જો કોરોના વાયરસના આંકડા પર નજર નાંખીએ તો, જૉન હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં અમેરિકામાં ૧૮૮૩ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં કોરોનાના કારણે મોતને ભેટેલા લોકોનો આંકડો ૬પ,રપ૯ પર પહોંચી ગયો છે. જ્યારે અમેરિકામાં અત્યાર સુધી ૧૧,૦૩,૧૧૭ લોકો કોરોનાથી સંક્રમિત છે. અમેરિકન મીડિયા રિપોર્ટ પ્રમાણે, યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના ગિલિયડની રેમડેસિવિર દવાને કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. અમેરિકાના રાજ્યોમાં ૧૭થી ૨૪ માર્ચ વચ્ચે લૉકડાઉન લાગુ થયું હતુ. અમેરિકન ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સે જણાવ્યું કે, ૩૫ રાજ્યોમાં ફરીથી કામકાજ શરૂ કરવા મટાટે ઔપચારિક યોજનાઓ શરૂ કરી દેવામાં આવે છે. ટેક્સાસ, મેઈને, અલ્બામા, ટેનેસી જેવા રાજ્યોમાં શુક્રવારે જ લૉકડાઉન સમાપ્ત થયું છે.
અમેરિકામાં કોરોના વાયરસનું તાંડવ : ૨૪ કલાકમાં ૧૮૦૦થી વધુનાં મોત

Recent Comments