(એજન્સી) તા.૧૩
ઓગસ્ટ બાદ અમેરિકામાં કોરોના વાયરસના કારણે ૧૫૦૦૦ કરતાં વધુ મિન્કના (નોળિયા પ્રજાતિનું એક રુવાંટીવાળુ નાનકડું ઉભચર પ્રાણી) મૃત્યુ થયાં છે. સત્તાવાળાઓએ કેસોની તપાસ દરમિયાન ડઝન જેટલા ફાર્મ્સને ક્વોરન્ટાઇન હેઠળ મૂક્યા છે એવું રાજ્યના કૃષિ અધિકારીઓએ જણાવ્યું હતું. વૈશ્વિક આરોગ્ય અધિકારીઓ આ મિન્ક નામના પ્રાણી પર લોકો માટે સંભવિત જોખમરૂપ હોવાના મામલે નજર રાખી રહ્યાં છે. ડેન્માર્કે ગત સપ્તાહે તેના ૧.૭ કરોડ મીન્કને મારી નાખવાની યોજના ઘડી છે અને જણાવ્યું છે કે તેના કારણે મ્યુટેટેડ કોરોના વાયરસ ટ્રેઇન માનવીમાં જઇ શકે છે. જ્યાં કોરોના વારસે મીન્કને મારી નાખ્યાં છે તે ઉટાહ, વિસ્કોન્સીન અને મિશીગનના અમેરિકન રાજ્યોએ જણાવ્યું હતું કે તેમની આ પ્રાણીઓને મારી નાખવાની કોઇ યોજના નથી. તેઓ ડેન્માર્કની સ્થિતિનું મોનિટરીંગ કરી રહ્યાં છે. અમેરિકન કૃષિ વિભાગે જણાવ્યું હતું કે અમારું માનવું છે કે અસરગ્રસ્ત મિન્ક ફાર્મને ક્વોરન્ટાઇન કરવા ઉપરાંત કડક બાયો સિક્યોરિટી પગલાઓને અમલ કરવાથી આ સ્થળોએ સાર્સ-સીઓવી-૨ને નિયંત્રણ કરવામાં સફળ થશે. યુએસડીએ દ્વારા જણવ્યું હતું કે તે આ સંદર્ભમાં યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન સાથે કામ કરી રહ્યાં છે અને મીન્ક ઇન્ડસ્ટ્રીએ પરીક્ષણ કરાવીને અસરગ્રસ્ત ફાર્મ્સનું મોનિટરિંગ કરવાનું છે. અમેરિકામાં ૩૫૯૮૫૦ મિન્ક પ્રજાતિ છે. ગઇ સાલ તેમણે ૨૭ લાખ પેટ્‌સ પેદા કર્યા હતાં. વિસ્કોન્સીન સૌથી વધુ મિન્ક ઉત્પાદિત રાજ્ય છે.