(એજન્સી) વોશિંગ્ટન, તા.૮
વિશ્વમાં કોરોનાવાઈરસના કારણે અત્યાર સુધીમાં ૪ લાખ ૫ હજાર ૨૭૨ લોકોના મોત થયા છે. જ્યારે સંક્રમિતોનો આંકડો ૭૦ લાખ ૮૫ હજાર ૭૦૨ થયો છે. જોકે અત્યાર સુધીમાં ૩૪ લાખ ૫૯ હજાર ૮૩૦ લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે અમેરિકામાં ટ્રમ્પ સરકાર બે બાજુ સંઘર્ષ કરતી જોવા મળી રહી છે. અહીં સક્રમિતોનો આંકડો ૨૦ લાખને વટાવી ગયો છે. જે વિશ્વમાં સૌથી વધુ છે. ન્યુયોર્ક રાજ્ય અને ન્યુયોર્ક શહેર સૌથી વધુ પ્રભાવિત છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું હતું કે અહીં કેસની સંખ્યા એટલા માટે વધારે છે કારણ કે અહીં ટેસ્ટ વધુ થઈ રહ્યાં છે. બીજી તરફ અશ્વેત નાગરિક જોર્જ ફ્‌લોયડનું પોલીસના હાથે મૃત્યુ થવાને કારણે થઈ રહેલા દેખાવોના પગલે સરકારની ચિંતા વધી ગઈ છે. અહીં લોકો માસ્ક તો પહેરે છે પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરી રહ્યાં નથી. અહીં સોમવારે ૬ નવા કેસની પુષ્ટિ થઈ છે. આ તમામ સંક્રમિતો બીજા દેશોમાંથી ચીનમાં આવ્યા છે. હેલ્થ મિનિસ્ટ્રીના એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. ચાર કેસની પુષ્ટિ રવિવારે જ્યારે બેની સોમવારે થઈ છે. તેમાંથી બે દર્દીઓ એવા હતા, જેમનામાં સંક્રમણના કોઈ લક્ષણ જોવા મળ્યા ન હતા. રવિવારે દેશમાં કુલ ૮૩ હજાર ૪૦ કેસ પ્રકાશમાં આવ્યા હતા. આ પૈકીના ૬૫ની સારવાર હજુ પણ ચાલુ છે. ૭૮ હજાર ૩૪૧ને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જ્યારે કુલ ૪ હજાર ૬૩૪ લોકોના મોત થયા છે.