(એજન્સી) તા.૧૮
૩૦૦થી વધુ પાદરીઓ દ્વારા વર્ષો સુધી હજારો બાળકો સાથે જાતીય શોષણ કરવા અંગે વેટિકને દુઃખ વ્યક્ત કર્યું છે. વેટિકને પાદરીઓના હાથે બાળકોના જાતીય શોષણ કરવાને ગુનાહિત પ્રવૃત્તિ ગણાવતાં તેને નૈતિકરૂપે કલંક સમાન ઘટના ગણાવી હતી. વેટિકનના પ્રવક્તાએ કહ્યું કે પોપ ફ્રાન્સિસ, આ પ્રકારની ઘટનાઓને ધરમૂળથી સમાપ્ત કરવા માગે છે. પોપ ફ્રાન્સિસના પ્રવક્તા ગ્રેગ બુર્કેએ કહ્યું કે પાદરીઓ તરફથી જાતીય શોષણ પર આધારિત પેનસિલ્વેનિયાની ગ્રાન્ડ જ્યુરીની તપાસ રિપોર્ટને અમે ગંભીરતાપૂર્વક લઈ રહ્યાં છે. યાદ રહે કે અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યના જજોએ પોતાની તપાસમાં નોંધ્યું કે આ રાજ્યમાં રોમન કેથોલિક પાદરીઓએ નર્કથી ડરાવીને હજારો બાળકોનું જાતીય શોષણ કર્યું હતું. પેન્સિલવેનિયાના મુખ્ય જજ જોશ શેપીરોએ કહ્યું કે રાજ્યના ચર્ચના અધિકારીઓએ તેના વિશે ઘણી વાતો છુપાવી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યના જજ તરફથી મંગળવારે ૮૮૪ પાનાના તપાસ અહેવાલમાં જણાવાયું કે સેંકડો પાદરીઓએ બાળકોના ધાર્મિક વિશ્વાસ અને ચર્ચ પર તેમની આસ્થાનો દુરુપયોગ કરતા તેમની સાથે જાતીય સંબંધો બનાવ્યા. અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યની ગ્રાન્ડ જ્યુરીના રિપોર્ટમાં ૩૦૦થી વધુ પાદરીઓને ૧૦૦૦થી વધુ બાળકોના શોષણનો આરોપ લગાવ્યો હતો. આ રિપોર્ટ પેન્સિલવેનિયાની સુપ્રીમકોર્ટે મંગળવારે જાહેર કર્યો હતો.
અમેરિકામાં પાદરીઓએ બાળકોનું જાતીય શોષણ કર્યું, વેટિકને શરમજનક ઘટના ગણાવી

Recent Comments