(એજન્સી) તા.ર૪
સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (ઝ્રડ્ઢઝ્ર) દ્વારા પ્રકાશિત કરાયેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ‘નાઇગલેરિયા ફોવલેરી’ ચેપના કેસો, તાજા પાણીમાં જોવા મળતા દુર્લભ જીવલેણ મગજખાઉ અમિબા દ્વારા ફેલાય છે, તે ેંજીમાં ઉત્તર દિશામાં પશ્ચિમ રાજ્યોમાં વિસ્તરિત થઈ રહ્યો છે. મગજ ખાનારા અમીબા એક જીવલેણ રોગનું કારણ બને છે જે પ્રાયમરી એમેબિક મેનિન્જોએન્સિફેલાઇટીસ (ઁછસ્) તરીકે ઓળખાય છે, જ્યારે દૂષિત પાણી નાકના રસ્તામાં પ્રવેશ કરે છે, જેના કારણે મગજને તીવ્ર ચેપ લાગે છે, આના લક્ષણોની શરૂઆત પછી દર્દી ૩થી ૭ દિવસની અંદર મૃત્યુ પામે છે. ઝ્રડ્ઢઝ્ર પ્રમાણે આ ચેપ બાહ્ય વોટર પાર્ક, નળનું પાણી, તળાવ, જળાશયના ચેપગ્રસ્ત પાણીના સંપર્કમાં આવવાથી વધારે ફેલાય છે.
નાગલેરિયા ફોવલેરીની સમજણ :-
“મગજખાઉ અમીબા” તળાવ, જળાશયો, નદીઓ, ભૂસ્તરીય પીવાના પાણી અને અન્ય મનોરંજક સ્થળો જેવા કે વોટરપાર્કના પાણીમાં રહે છે. નાગલેરિયા ફોવલેરી વધતા તાપમાન સાથે ઝડપથી વધે છે. ઝ્રડ્ઢઝ્રના જણાવ્યા મુજબ, આ અમીબા નાક દ્વારા જ શરીરમાં પ્રવેશે છે અને મગજ સુધી ચેપ ફેલાવી મગજના કોષોનો નાશ કરે છે.
લક્ષણો :- પ્રારંભિક લક્ષણોમાં તાવ, ઉબકા, ઉલટી, સખત ગરદન, વઈ, બદલાયેલી માનસિક સ્થિતિ, આભાસ અને બેહોશી સામેલ છે. ચેપમાં આગળ, અમીબા સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે, આખરે મૃત્યુ તરફ દોરી જાય છે.
તાજેતરના કેસો :- સપ્ટેમ્બરમાં, ેંજીએ ચેતવણી આપી હતી કે પીવાના નળનાં પાણીમાં ખતરનાક અમીબા બ્લોબ્સ મળી આવ્યા છે. જેણે પાણીને દૂષિત કર્યું છે, તેને પીવાનું તરત જ બંધ કરો. ટેક્સાસ કમિશન ઓન એન્વાયર્નમેન્ટલ ક્વોલિટીએ બ્રાઝોસ્પોર્ટ વોટર ઓથોરિટીને ચેતવણી આપી હતી કે ખતરનાક નાઇગિલેરિયા ફોવલેરીથી જળ પ્રણાલીને ચેપ લાગ્યો છે. ઉપનગરીય હ્યુસ્ટન સમુદાયમાં નળનો ચેપી પાણી પીવાથી ૬ વર્ષના છોકરાનું ઁછસ્ના ચેપ દ્વારા મૃત્યુ થયા પછી હ્યુસ્ટનના લેક જેક્સનમાંથી પાણી પુરવઠા દ્વારા પાણી ન પીવાની સલાહ આપવામાં આવી હતી.
– ઝૈની મજીદ