(એજન્સી) વોશિગ્ટન, તા. ૨૦
અમેરિકી સરકારની સામે મોટું આર્થિક સંકટ ખડું થયું છે. પાંચ વર્ષના સમયમાં બીજી વાર અમેરિકી સરકાર ‘શટડાઉન’ થઈ. રાષ્ટ્રપતિ તરીકેના પહેલા જ વર્ષમાં ટ્રંપ સરકાર ‘શટડાઉન’ થઈ છે. સરકારી ખર્ચ અંગે લાવવામાં આવેલા મહત્વપૂર્ણ આર્થિક વિધેયકને અમેરિકી સંસદની મંજૂરી મળી નથી જેને કારણે સરકારને શટડાઉનની જાહેરાત કરવી પડી. એવી પણ ખબર હતી કે આવી સ્થિતિમાં અમેરિકાના ઘણા સરકારી વિભાગો પર કાતર ફરી શકે છે. આ વિકટ આર્થિક સંકટ એવે ટાણે સર્જાયું છે કે જ્યારે ટ્રંપના રાષ્ટ્રપતિ તરીકેનો પહેલું વર્ષ પુરુ થયું છે. શુક્રવારે રાતે રિપબ્લિકન દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટ પ્રસ્તાવના પક્ષમાં સમર્થન કરતાં પણ ઘણા વોટ પડ્યાં પરંતુ તેઓ પર્યાપ્ત નહોતા. બજેટ પ્રસ્તાવના સમર્થનમાં ૫૦ વોટ પડ્યાં, પ્રસ્તાવની સામે ૪૮ વોટ પડ્યાં. જ્યારે પ્રસ્તાવને પાસ કરાવવા માટે ૬૦ વોટની જરૂર હતી. રિપબ્લિકન પાર્ટીની બહુમતી વાળી પ્રતિનિધિ સભામાં આ વિધેયક સરળતાથી પસાર થઈ ગયું હતું પરંતુ સેનેટમાં રિપબ્લિકન પાર્ટી લઘુમતી હોવાને કારણે તેને પાસ કરાવવા માટે વિપક્ષી ડેમોક્રેટના સભ્યોના ટેકાની જરૂર હતી. રિપબ્લિકન પાર્ટીના ત્રણ સભ્યો આ બીલના વિરોધમાં છે. જ્યારે એક સેનેટર ઈલાજ માટે પોતાના ઘર એરિઝોનામાં છે. ઈમીગ્રેશનના મામલે ડેમોક્રેટ પાર્ટીની માંગણી છે કે ફક્ત સાત લાખ ડ્રીમર્સને સ્થળાંતરિત કરતાં અટકાવવામાં આવે. વાસ્વતમાં અમેરિકામાં એન્ટી ડેફિસિન્સી એક્ટ લાગુ છે જેમાં પૈસાને અભાવે સંઘીય એજન્સીઓનું કામકાજ રોકવું પડતું હોય છે અમેરિકી સરકાર ફંડની કમી પૂરી કરવા માટે એક સ્ટોપ ગેપ ડીલ લાવી હતી જેને અમેરિકી પ્રતિનિધિ સભા અને સેનેટમાં પાસ કરાવવી જરૂરી હોય છે. આ બીલ અમેરિકી પ્રતિનિધિ સભામાં પસાર થઈ ગયુ હતું પરંતુ સેનેટમાં તેની પર ચર્ચા દરમિયાન રાતના ૧૨ વાગી ગયાં અને તેને કારણે બીલ અટકી ગયું. રાષ્ટ્રપતિ ટ્રંપની ઓફિસે એક બયાન જારી કરીને ડેમોક્રેટિક સાંસદોને તેને માટે જવાબદાર ગણાવ્યાં. આ શટડાઉનની અસર સોમવારે જોવા મળશે કે જ્યારે ઘણા વિભાગના કર્મચારી કામ પર નહીં જઈ શકે અને તેમને ઘેર બેસવાનો વારો આવશે. આ પહેલા ૨૦૧૩ માં અમેરિકાને શટડાઉનનો સામનો કરવો પડ્યો હતો. ઓફિસ ઓફ મેનેજમેન્ટ ઓફ બજેટના ડાયરેક્ટર મિક મુલવાને કહ્યું કે અમે કોશિશ કરી રહ્યાં છીએ કે શટડાઉનની અસર ૨૦૧૩ ની તુલનાએ ઓછી રહે.
અમેરિકી સરકારનું કામકાજ ઠપ્પ : શટડાઉન શું છે, તેનાથી કોને અસર થશે ?
અમેરિકાની સંઘીય સરકારનું શટડાઉન (સરકારી કામકાજ) ફક્ત કામચલાઉ ધોરણે છે પરંતુ શટડાઉન જેટલું પણ લાંબું ચાલે એટલી જ તેની અસર વધારે થાય. ટ્રેઝરી ડિપાર્ટમેન્ટની વેબસઆટમાં મૂકવામાં આવેલા શટડાઉન પ્લાન અનુસાર, આંતરિક મહેસૂલી સેવાના લગભગ ૪૪ ટકા એટલે કે ૮૦.૫૬૫ કર્મચારીઓ છૂટછાટ છે. એટલે કે લગભગ ૪૫,૫૦૦ આઈઆરએસ કર્મચારીને ઘરભેગા કરી નાખવામાં આવશે. આરોગ્ય અને માનવ સર્વિસ વિભાગના ૪૦,૦૦૦ જેટલા કર્મચારીને નોકરી ગુમાવવાનો વારો આવશે. ન્યાય વિભાગના લગભગ એક લાખ પંદર હજાર કર્મચારીઓમાંથી મોટાભાગને શટડાઉન દરમિયાન નોકરીએ ચાલુ રાખવામાં આવશે. ૯૫,૦૦૦ કર્મચારીઓને છૂટ આપવામાં આવી જેમાં રાષ્ટ્રીય સુરક્ષાના સભ્યો, અમેરિકી એટર્ની તથા એફબીઆઈના સભ્યો, ડ્ર્ગ એન્ફોર્સમેન્ટ તંત્ર, બ્યૂરો ઓફ આલ્કોહોલ, ટોબેકો, હથિયારને તેમાંથી છૂટ આપવામાં આવી. આ પહેલા વર્ષ ૨૦૧૩ માં અમેરિકાને શટડાઉનનો સામનો કરવો પડ્યો હતો. સરકારી ખર્ચ પરના મહત્વપૂર્ણ આર્થિક વિધેયકને અમેરિકી સંસદની મંજૂરી ન મળતાં સરકારી કામકાજ ઠપ્પની જાહેરાત કરવામાં આવી હતી. રિપબ્લિકન દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટ પ્રસ્તાવના સમર્થનમાં ૫૦ વોટ તો વિરૂદ્ધમાં ૪૮ વોટ પડ્યાં. પરંતુ જરૂરી ૬૦ વોટ ન મળતાં શટડાઉનની જાહેરાત કરવી પડી.
અમેરિકી સરકારનું કામકાજ શા માટે ઠપ્પ થયું : આ વિશે તમારી જાણવાની જરૂર
અમેરિકી કોંગ્રેસે શુક્રવારની અડધી રાતની ડેડલાઈન પહેલા આર્થિક બજેટ પાસ કરાવવામાં નિષ્ફળ નીવડી હોવાથી અમેરિકી સરકારના સંરક્ષણ કામકાદો, પાર્ક રેન્જર અને બિઝનેશ રેગ્યુલટેરોને કામચલાઉ ધોરણે નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવ્યો છે. પરંતુ ફંડના અભાવને કારણે સરકારી શટડાઉનો એવો અર્થ નથી કે તમામ પ્રકારનું સરકારી કામકાજ ઠપ્પ બનશે. રાષ્ટ્રીય સુરક્ષાના સભ્યો, અમેરિકી એટર્ની તથા એફબીઆઈના સભ્યો, ડ્ર્ગ એન્ફોર્સમેન્ટ તંત્ર, બ્યૂરો ઓફ આલ્કોહોલ, ટોબેકો, હથિયારને તેમાંથી છૂટ આપવામાં આવી. તે ઉપરાંત બીજી પણ મહત્વની સેવાઓ યથાવત સ્થિતિએ ચાલુ રહેશે. ઓક્ટોબર ૨૦૧૩ ના શટડાઉન વખતે લગભગ આઠ લાખ કર્મચારીઓને લાંબી રજાએ મોકલી દેવામાં આવ્યાં હતા. આ વખતે કુલ ૩.૫ મિલિયન માંથી ૮,૫૦,૦૦૦ કર્મચારીઓને પગાર વગર ઘેર રહેવાનું કહેવામાં આવી શકે. આરોગ્ય અને માનવ સર્વિસ વિભાગના ૪૦,૦૦૦ જેટલા કર્મચારીને નોકરી ગુમાવવાનો વારો આવશે. અમેરિકી મિલિટરીના ૧.૫ મિલિયન સભ્યોમાંથી તથા ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સુરક્ષાના ૪૦,૦૦૦ સભ્યો કામકાજે ચાલુ રહેશે. પરંતુ આ બન્ને વિભાગોમાંથી મોટાભાગના કર્મચારીઓને ઘેર રહેવાનો વારો આવશે. કસ્ટમ બોર્ડર પેટ્રોલ, ઈમીગ્રેશન, તથા કસ્ટમ ડિપાર્ટમેન્ટ અને અમેરિકી સિટીઝનશીપ તથા ઈમીગ્રેશન સર્વિસના અધિકારીઓનું કામ ચાલુ રહેશે. વ્હાઈટ હાઉસ, કોંગ્રેસ ફેડરલ કોર્ટ, દિગ્ગજ પ્રશાસકોનું કામ પણ ચાલુ રહેશે. અમેરિકી ટપાલ વિભાગનું કામકાજ પણ ચાલુ રહેશે. પરંતુ અમેરિકી રાજધાની ફેડરલ બજેટ પર નિર્ભર છે અને તેની પર અસર પડશે. ટ્રેસ સર્વિસ તથા શેરી સફાઈ બંધ રહેશે અને ગ્રંથાલયો બંધ રહેશે. તે ઉપરાંત પાર્ક, ટ્રાવેલ, મ્યુઝિમ સેવા ચાલુ રહેશે. આંતરિક રેવન્યુ સેવા, સોશિયલ સિક્યુરીટી, વહિવટ, હાઉસિંગ વિભાગ તથા શહેરી વિભાગ, શિક્ષણ વિભાગ, કોમર્સ વિભાગ સહિતના ઘણા બધા વિભાગોનું કામકામજ હંગામી ધોરણે બંધ રહેશે.
Recent Comments