(એજન્સી) તા.૧૮
અમેરિકાના મિશિગન રાજય ખાસ કરીને ડેટબર્ન નગરના મુસ્લિમો જો બિડેનને વોટ આપીને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી છુટકારો મેળવશે. આ શહેરમાં એક તૃત્યાંશ વસ્તી મુસ્લિમોની છે જો કે તેમની પ્રથમ પસંદ બર્ની સેંડર્સ હતા પરંતુ તેમનો ઉદ્દેશ ટ્રમ્પથી છુટકારો મેળવવાનો છે. ઈ.સ. ર૦ર૦ની અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી આ દેશના આફ્રિકન ક્ષમતા નાગરિકો માટેર્ ખૂબ જો મહત્વપૂર્ણ છે. નેદા અને અમેરિકાના અન્ય મુસ્લિમ જે બિડેનને જીતાવવાના પ્રયાસમાં છે તે આ સ્વીકાર કરે છે કે તેમનું આ અભિયાન ઘણું મુશ્કેલ છે. તે જણાવે છે કે મને ખબર છે કે, બિઈડન પેલેસ્ટીનીઓ મોટા સમર્થક નથી પરંતુ અમે આ ભૂલી શકતા નથી કે ટ્રમ્પે બૈતુલ મકદ્દસને ઈઝરાયેલની રાજધાની સ્વીકાર કરી છે. નેદાએ જણાવ્યું કે બિડેને અમેરિકામાં મુસ્લિમોના પ્રતિબંધની ભેટમાં મુસ્લિમોના પેયગંબરને પણ યાદ કર્યા. મિશિગનના ડેરબર્ન નગરમાં કોરોનાનો તાંડવ જોવા મળ્યો જેના કારણે બિડેન માટે પ્રચારમાં નેદાને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ તેમણે પોતાના મિત્રોની સાથે મળીને અત્યાર સુધી આ નગરના નાગરિકોના ઘરે ૧૩ લાખ પત્ર પહોંચાડયા છે. જયારે ર લાખ ૪૦ હજાર ફોન કર્યા છે. તેમનું કહેવું છે કે આ બધું મતદાનના સમયે વોટ તરીકે જોવા મળવાનું છે. ઈ.સ. ર૦૧૬માં આ વિસ્તારમાં સિપ્બિલકન ઉમેદવારને કેમોકેટ ઉમેદવારની સરખામણીમાં માત્ર ૧૧ હજાર મતોથી જીત મળી હતી. અને નેદા હનુતીનું કહેવું છે કે અહીં મુસ્લિમ વોટ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. મુસ્લિમ ધર્મગુરૂ હસન કાજવીનીએ જણાવ્યું કે હિલેરી કિલન્ટનને અમેરિકામાં લોકાપ્રિયતા મળી ન હતી અને મુસ્લિમોમાં તો સહેજ પણ લોકપ્રિય ન હતી. તે ખુબ જ મહત્વકાંશી હતી. જેના કારણે તેમની છબી ખરાબ થઈ પરંતુ બિડેનની વાત અલગ છે. આજે તમામ મુસ્લિમો તેમનું સમર્થન કરે છે. હસન કજવીની જણાવે છે કે હવે મુસ્લિમો ટ્રમ્પને વધુ ૪ વર્ષ સહન કરી શકતા નથી કારણ કે તે જાતિવાદી છે અને તેમણે મુસ્લિમોને હાંસિયામાં ધકેલી દીધા છે. અંતે તે જણાવે છે કે ટ્રમ્પની છત્રછાયામાં મને અમેરિકન હોવામાં કોઈ ગર્વ નથી.