(એજન્સી) તા.ર
એક અશ્વેતના મૃત્યુ પછી અમેરિકામાં જારી હિંસા અંગે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું કે અરાજકતા ફેલાવનારાઓ પર સખત કાર્યવાહી કરવામાં આવશે.
સમાચાર મુજબ રાષ્ટ્રપતિએ તે રાજ્યોને સ્પષ્ટ ચેતવણી આપી જે રાજ્ય ઉપદ્રવિઓની વિરૂદ્ધ એકશન લઈ રહ્યા નથી. ટ્રમ્પે જણાવ્યું કે જે રાજ્ય એકશન નથી લઈ રહ્યા તે રાજ્યોમાં સેના તૈનાત કરવામાં આવશે.
જણાવી દઈએ કે રપ મેના દિવસે એક અશ્વેતના મૃત્યુ પછી અમેરિકાના લગભગ ૪૦થી વધુ રાજ્યોમાં હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે અને જાનમાલને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું કે ‘જ્યોર્જ ફ્લોઈડની નિર્મમ હત્યાથી બધા અમેરિકન દુઃખી છે અને તેમના મનમાં એક આક્રોશ છે.
જ્યોર્જ અને તેમના પરિવારને ન્યાય અપાવવામાં અમે કોઈ કચાસ છોડીશું નહીં. મારા પ્રશાસન તરફથી તેમને સંપૂર્ણ ન્યાય મળશે. પરંતુ દેશના રાષ્ટ્રપતિ તરીકે મારી પ્રથમ પ્રાથમિકતા આ મહાન દેશ અને તેના નાગરિકોના હિતોની સુરક્ષા કરવાની છે.
તેમણે આગળ જણાવ્યું કે સૌપ્રથમ અમે આપણા દેશમાં ફેલાયેલા રમખાણો અને અરાજકતાને સમાપ્ત કરશે. હું તમામ ગવર્નરોને આ જણાવ્યું કે તે જરૂરી સંખ્યામાં નેશનલ ગાર્ડને તૈનાત કરે જેથી રસ્તાઓ પર અરાજકતા ના થાય.
જ્યાં સુધી હિંસાનું દમન નથી થતું ત્યાં સુધી મેયર અને ગવર્નરને કાયદાને કડકાઈથી લાગુ કરવો પડશે.
ટ્રમ્પે જણાવ્યું કે જો કોઈ શહેર અથવા રાજ્યએ જાનમાલની સુરક્ષા માટે સખત પગલા લેવાથી ઈન્કાર કર્યો તો હું અમેરિકામાં સેના તૈનાત કરાવી દઈશ અને સમસ્યાઓનો ઉકેલ લાવી દઈશ. હું આ આતંકના આયોજકોને આ કહેવા ઈચ્છું છું કે તમારે કાયદાનો સામનો કરવો પડશે અને જેલમાં જવું પડશે.