ન્યૂયોર્ક,તા.૨૯
કોરોના વાયરસની મહામારીનો કેર અમેરિકા પર સતત વધી રહ્યો છે. આ વાયરસને કારણે મોતોનો આંકડો અહીં ૬૦ હજારની નજીક પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસને કારણે અમેરિકામાં ૨૨૦૭ લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં આવેલા મોતના આંકડામાં ઘટાડા બાદ એકવાર ફરી આ નંબરમાં ઉછાળો થયો છે.
જોન હોપકિન્સ યુનિવર્સિટી અવુસાર, અમેરિકામાં અત્યાર સુધી કોરોના વાયરસની ઝપેટમાં ૧૦ લાખથી વધુ લોકો આવી ચુક્યા છે, જે કોઈપણ દેશમાં સૌથી વધુ છે. અહીં કુલ ૧૦ લાખ, ૧૨ હજાર ૩૯૯ લોકો અત્યાર સુધી કોરોનાથી સંક્રમિત થયા છે, જ્યારે ૫૮ હજારથી વધુના મૃત્યુ થયા છે.
અમેરિકામાં અત્યાર સુધી ૫૮ લાખથી વધુ લોકોનો કોરોના વાયરસનો ટેસ્ટ થઈ ચુક્યો છે. મહત્વનું છે કે પાછલા રવિવાર અને સોમવારે અમેરિકામાં મોતનો આંકડો ઘટીને ૧૦૦૦ અને ૧૨૦૦ આસપાસ આવી ગયો હતો, ત્યારે આશા વ્યક્ત કરવામાં આવી કે અમેરિકામાં મોતની ગતિ ધીમી થઈ રહી છે. પરંતુ એકવાર ફરી મોટો ઉછાળો આવ્યો છે. સિંગાપુરના સંશોધનકર્તાઓનો દાવો, ૩૧ જુલાઈ સુધી ભારતમાં સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે કોરોના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસ પહેલા તે વાતનો ઉલ્લેખ કર્યો હતો કે અમેરિકામાં કોરોના વાયરસને કારણે ૭૦ હજાર સુધી મોત થઈ શકે છે. પરંતુ નિષ્ણાંતોનું માનવું છે કે જે ગતિથી આંકડો અમેરિકામાં વધી રહ્યો છે અને આ મહામારીની કોઈ સારવાર આવી રહી નથી, તેવામાં આ આંકડાનો રોકવો ખુબ મુશ્કેલ લાગી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર વિશ્વની વાત કરીએ તો અત્યાર સુધી કોરોના વાયરસની ઝપેટમાં ૩૧ લાખથી વધુ લોકો આવી ચુક્યા છે. જ્યારે ૨ લાખ ૧૭ હજારથી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.