(એજન્સી) તા.ર૩
ડોનાલ્ડ ટ્રમ્પના સમયમાં અમેરિકા અને તાલિબાનની વચ્ચે અફઘાનિસ્તાનમાં થયેલ શાંતિ સમજૂતી જોખમમાં મુકાઈ ગઈ છે. અમેરિકા નવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને જણાવ્યું કે અમેરિકા તાલિબાન શાંતિ સમજૂતીને રિન્યુ કરવી જોઈએ. સમાચાર મુજબ પાકિસ્તાનને કદાચ આ નિર્ણયનો અંદેશો હતો. આ જ કારણ છે કે સુલિવાનના નિવેદન પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ જણાવ્યું કે અમેરિકાએ અફઘાન શાંતિ સમજૂતી અને પ્રક્રિયાથી પાછળ હટવું જોઈએ નહીં. ટ્રમ્પના કાર્યકાળમાં ફેબ્રુઆરી ર૦ર૦માં અમેરિકા અને તાલિબાને અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપિત કરવા માટે સમજૂતી કરી હતી. આ ત્યારથી જ વિવાદોમાં છે. અફઘાન સરકારે તેના કેટલાક પોઈન્ટસ પર વાંધો વ્યક્ત કર્યો હતો. તાલિબાને પણ હુમલા બંધ કર્યા નહીં. તાલિબાને વચન પૂરા કર્યા નહી. વ્હાઈટ હાઉસમાં નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના પ્રવક્તા એમીલી હોને જણાવ્યું કે એનએસએ જેક સુલિવાને અમેરિકા અને તાલિબાનની વચ્ચે ફેબ્રુઆરી ર૦ર૦માં થયેલી શાંતિ સમજૂતીને રિવ્યુ કરવાનો આદેશ આપ્યો હતો. આ મામલા પર અમારો દૃષ્ટિકોણ તદ્દન સ્પષ્ટ છે. તાલિબાને પોતાનું કોઈ વચન પૂરું કર્યું નથી. તેણે એવું કોઈ પગલું ભર્યું નથી. જેનાથી અફઘાનિસ્તાનમાં હિંસા સમાપ્ત કરી શકાય વાતચીતમાં અફઘાનિસ્તાન સરકારને સામેલ ના કરવી ચોંકાવનારૂં છે.