(એજન્સી) વોશિંગટન, તા.૯
શુક્રવારે મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકા એચ-૧ બી જેવા કેટલાક વર્ક-આધારિત વિઝા તેમજ વિદ્યાર્થીનીઓ અને તેમની સાથેના વર્ક ઓથોરાઇઝિસના વિઝા ઉપર અસ્થાયી ધોરણે પ્રતિબંધ મૂકવા વિચારી રહ્યું છે. એચ-૧ બી કેટેગેરીમાં લગભગ ૫,૦૦,૦૦૦ સ્થળાંતર કામદારો અમેરિકામાં કાર્યરત છે. ‘રાષ્ટ્રપતિના ઇમિગ્રેશન સલાહકારો આવતા મહિનામાં અપેક્ષિત એક્ઝિક્યુટિવ ઓર્ડર માટેની યોજનાઓ તૈયાર કરી રહ્યા છે, જેનાથી કેટલાક નવા કામચલાઉ, વર્ક-આધારિત વિઝા આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.’ કોરોના વાયરસ રોગચાળાને લીધે છેલ્લા બે મહિનામાં ૩૩ મિલિયનથી વધુ અમેરિકનો તેમની નોકરીઓ ગુમાવી ચૂક્યા છે. કારણ કે અમેરિકાનું અર્થતંત્ર અસ્થિર થઈ ગયું છે. આઇએમએફ અને વર્લ્ડ બેંકે દેશ માટે નકારાત્મક વિકાસ દરની આગાહી કરી છે. વ્હાઇટ હાઉસના અધિકારીઓનું કહેવું છે કે, અમેરિકન અર્થવ્યવસ્થામાં બીજા ક્વાર્ટરમાં ૧૫થી ૨૦ ટકાનો નકારાત્મક વિકાસ થવાની સંભાવના છે. શુક્રવારે નોકરીના માસિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકામાં એપ્રિલ મહિનાનો બેરોજગારીનો દર વધીને ૧૪.૭ ટકા થયો છે. યુ.એસ. બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સએ કહ્યું કે, આ સર્વોચ્ચ દર છે અને ઇતિહાસમાં મહિનાનો સૌથી મોટો વધારો છે, જે જાન્યુઆરી ૧૯૪૮ના ગોઠવાયેલા ડેટામાં ઉપલબ્ધ છે. જેમ કે, ટ્રમ્પ વહીવટીતંત્ર એ કોરોના વાયરસ રોગચાળાને ધ્યાનમાં રાખીને અસ્થાયી રૂપે સીમાઓ બંધ કરી દીધી છે અને ઇમિગ્રેશનને કાબૂમાં રાખીને, તે નિયંત્રણોને વિસ્તૃત કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. જો કે, ઓર્ડરનો વ્યાપ હજી નક્કી થયો નથી, વહીવટી અધિકારીઓએ જણાવ્યું હતું કે, તે બધી જ વિઝા કેટેગરીના સસ્પેન્શન સુધી થઇ શકે છે. ચાર રિપબ્લિકન સેનેટરોના જૂથે ટ્રમ્પને તમામ નવા પ્રવાસી કાર્યકર વિઝાને ૬૦ દિવસ માટે સ્થગિત કરવા અને એચ-૧ બી વિઝા સહિતની તેની કેટલીક કેટેગરીમાં ઓછામાં ઓછા આવતા વર્ષ સુધી અથવા દેશમાં બેકારીના આંકડાઓ સામાન્ય સ્તરે પાછા ન આવે ત્યાં સુધી સસ્પેન્ડ કરવાની વિનંતી કરી હતી.