(એજન્સી) તા.૩૦
તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને અમેરિકી રાષ્ટ્રપતિના કાર્યાલય વ્હાઈટ હાઉસ દ્વારા ટિ્‌વટર પર અનફોલો કરી દેવાયા હતા. આ સમાચાર એકાએક ફેલાઈ ગયા હતા અને ચર્ચાનો દોર શરૂ થઈ ગયો કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં કદાચ ખટાશ પેદા થઈ ચૂકી છે. પરંતુ આ તમામ વચ્ચે ભારતના વિદેશમંત્રી સુબ્રમણ્ય જયશંકર સૌથી મહત્ત્વપૂર્ણ સાબિત થઇ રહ્યાં છે. તમને જણાવી દઈએ કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સરકાર વખતે પણ એસ. જયશંકર જ હતા જેમણે અમેરિકા-ભારત વચ્ચેની ન્યૂક્લિયર એનર્જી એગ્રિમેન્ટને પાર પાડ્યું હતું. તે વ્યક્તિ જ હતી જેમણે અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોને મજબૂત કરવાનો બીડો ઉપાડ્યો હતો. એ પણ ગમે તે કિંમતે. કદાચ આ કારણોસર પીએમ મનમોહન સિંહ તેમને ખૂબ જ પસંદ પણ કરતા હતા. જોકે તે સમયે પણ મીડિયા તથા વિપક્ષી દળો તો તેમનાથી નારાજ જ જણાતા હતા. જોકે હવે તેઓ ભાજપના નેતૃત્વ હેઠળની સરકારમાં વિદેશમંત્રી પદે બિરાજમાન છે. જોકે તાજેતરના ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોથી સૌ કોઈ વાકેફ જ છે. તેની ક્રેડિટ વિદેશમંત્રીને તો મળવી જોઈએ. જ્યારે ભારત દ્વારા અમેરિકાને હાઈડ્રોક્સિક્લોરોક્વિકન મોકલવામાં આવી તો ભારતને સૌના દ્વારા ફોલો કરવામાં આવ્યા હતા. તાજેતરમાં જ યુએસ કમિશન ઓફ ઈન્ટરનેશનલ ફ્રીડમ દ્વારા ભારતના રેકોર્ડ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. અહીં ધાર્મિક સ્વતંત્રતા પર ચિંતા વ્યક્ત કરાઈ હતી. જેના કારણે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વણસ્યા છે. જોકે બીજી બાજુ ગલ્ફના દેશો સાથે પણ વર્તમાન સમયમાં ભારતના સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે. એનું મોટું કારણ ભારતમાં ખોટી રીતે મુસ્લિમોને બદનામ કરવાનું છે. જોકે આ જ કારણોસર ગલ્ફના દેશોએ ભારત સરકારની આકરી ઝાટકણી કાઢતાં ભારત સરકાર વતી પીએમ મોદી સહિત અનેક ટોચના હિન્દુવાદી નેતાઓએ પણ આ મામલાઓ પર ખુલાસો કરવાની ફરજ પડી હતી. જોકે હવે અમેરિકા અને ગલ્ફ સાથે સંબંધો ફરી સુધારવાની જવાબદારી એસ જયશંકરના માથે જ આવી છે.