(એજન્સી) બગદાદ, તા. ૧૧
ઇરાકે અમેરિકા દ્વારા મુખ્ય રીતે ઇરાન માટેના સમર્થક સુરક્ષા ગ્રૂપના સૈન્ય લશ્કરી નેતાને બ્લેકલિસ્ટ કરવાના અમેરિકાના નિર્ણયને અસ્વીકાર્ય ગણાવ્યું હતું. ઇરાકના પોપ્યુલર મોબિલિસેશન ફોર્સીસ (પીએમએફ)ના પ્રમુખ ફાલેહ અલ-ફય્યાદ પર અમેરિકા દ્વારા શુક્રવારે પ્રતિબંધ લગાવ્યો હતો. અમેરિકી સંસ્થાએ સૈન્ય નેતા પર આરોપ લગાવ્યો છે કે, ૨૦૧૯ના સરકાર વિરોધી પ્રદર્શનો દરમિયાન લોકો પર દમન ગુજારવા દરમિયાન જીવતા હથિયારો સાથે સેંકડો દેખાવકારોની હત્યા કરી હતી. તેણે આરોપ લગાવ્યો છે કે તેમણે ઇરાનની રિવોલ્યૂશનરી ગાડ્ર્સ સાથે સંકલન દરમિયાન આ કામ કર્યું હતું. વિદેશ વિભાગે એક નિવેદનમાં કહ્યું હતું કે, અમે એ વાતને સમર્થન આપીએ છીએ કે, આ નિર્ણય એકદમ અસ્વીકાર્ય અને આશ્ચર્યજનક છે. ઉપરાંત તેમાં જણાવાયું કે, તે અમેરિકાના નવા વિભાગો દ્વારા બહાર પડાતાં નવા નિર્ણયોની તે ઝીણવટભરી ચકાસણી કરશે તથા તેના પર સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેશે. ઇરાકના અમેરિકા તથા ઇરાન બંનેની સાથે સારા સૈન્ય સંબંધો છે જે ૨૦૦૩માં સરમુખત્યાર સદ્દામ હુસૈનના શાસનને તોડી પાડવા માટે અમેરિકાએ ઇરાકમાં ઘૂસણખોરી કરી હતી ત્યારથી ચાલુ છે. બંને દેશોએ ૨૦૧૪-૨૦૧૭થી ઇસ્લામિક સ્ટેટનો સામનો કરવા માટે ઇરાકને સંપૂર્ણ સૈન્ય સમર્થન આપ્યું હતું. ઇરાકમાં હજુ પણ અમેરિકાના હજારો સૈનિકો હાજર છે જ્યારે ઇરાનના સૈનિકો પણ પીએમએફની સાથે હાજર છે.
Recent Comments