(એજન્સી)                  તા.૬

રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવકતાએ જણાવ્યું છે કે અમેરિકા જે સૌથી શ્રેષ્ઠ કામ કરી શકે છે, તે ઈરાકમાંથી બહાર નીકળી જવું છે.  મારિયા જાખારોવાએ મોસ્કોમાં એક પત્રકાર પરિષદમાં ઈરાકમાં અમેરિકન સૈનિકોની સંખ્યામાં ઘટાડાના રિપોર્ટ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, પશ્ચિમી એશિયા ખાસ કરીને ઈરાકમાંથી અમેરિકાની સૈન્ય હાજરીમાં ઘટાડો યોગ્ય દિશામાં ભરવામાં આવેલું પગલું છે. તેમણે જણાવ્યું કે જેવું કે સમય પસાર થવાથી સિદ્ધ થયું છે.

ઈરાકમાં અમેરિકન સૈનિકોની હાજરીથી આ દેશમાં શાંતિ સુરક્ષા તેમજ સ્થિરતા નથી આવી પરંતુ તેનાથી સંપૂર્ણ વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો છે.  રશિયન વિદેશ મંત્રાલયની પ્રવકતાએ તેની સાથે જણાવ્યું કે, અન્ય દેશોમાંથી અમેરિકન સૈનિકને બહાર નીકાળવા વિશે આ દેશના અધિકારીઓના દાવા વધુ પડતા પોકળ રહ્યા છે અને તેની પર ક્યારે પણ અમલ કરવામાં આવ્યો નથી. જાખારોવાએ આ પત્રકાર પરિષદમાં રાસાયણિક હથિયારો પર પ્રતિબંધના સંગઠનનું ટેકનિકલ સચિવાલય અત્યારે પણ સીરિયાના હલબ વિસ્તારમાં અત્યારે પણ ટાળી રહ્યું છે. જેનાથી જાણવા મળે છે કે આ સંગઠન રાજનૈતિક લક્ષ્યો માટે કામ કરી રહ્યું છે.