(એજન્સી) શિકાગો, તા.ર
અમેરિકાની સરકારને માસ્ટર કાર્ડ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ફરિયાદ કરાઈ છે.
રોયટરે એક દસ્તાવેજના હવાલાથી કહ્યું કે માસ્ટર કાર્ડના ડોમેસ્ટીક પેમેન્ટ નેટવર્કના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રવાદનો ઉપયોગ કરી રહ્યા છે તેની સામે આપત્તિ દર્શાવી છે. આ નીતિના કારણે વિદેશી પેમેન્ટ કંપનીઓને ઠેસ પહોંચી છે. મોદી સરકારે હાલના વર્ષોમાં ભારતીય પેમેન્ટ નેટવર્ક રૂપેને પ્રોત્સાહન કર્યું છે. તેની અસર એ થઈ કે અમેરિકાની દિગ્ગજ પેમેન્ટ કંપનીઓ જેવી કે માસ્ટરકાર્ડ અને વીઝાનો દબદબો ઓછો થયો. ભારતના ૧ બિલિયન ડેબિટ કાર્ડ અને કેરેડિટ કાર્ડમાંથી અડધાથી વધુ હવે રૂપે પેમેન્ટ સિસ્ટમ તરીકે કામ કરે છે. જેથી માસ્ટરકાર્ડને ઘણી પરેશાની થઈ રહી છે. વડાપ્રધાન મોદીએ સ્વદેશી કાર્ડ પેમેન્ટ નેટવર્ક લાગુ કર્યું અને કહ્યું કે રૂપે કાર્ડ દેશની સેવા કરી રહ્યું છે. તેના ટ્રાન્જેકશનથી મળતા ટેક્ષ વડે દેશમાં સડક, શાળા, હોસ્પિટલના નિર્માણમાં સહાયતા મળશે. જે અંગે માસ્ટર કાર્ડ ર૧ જૂને સંયુક્ત રાજ્ય વ્યાપાર પ્રતિનિધિને પત્ર લખી કહ્યું કે વડાપ્રધાન મોદી રૂપે કાર્ડને ધપાવી રહ્યા છે.