(એજન્સી) તા.૭
અમેરિકાના ઇતિહાસમાં ૬ જાન્યુઆરી કાળા અક્ષરોમાં દર્જ થઇ ગઇ છે. વોશિંગ્ટન ડીસીમાં ટ્રમ્પ સમર્થક ભીડ ઐતિહાસિક કેપિટલ બિલ્ડિંગમાં ઘૂસી ગઇ હતી. ભીડે હિંસા, તોડફોડ કરી હતી. આ ઘટનામાં ભારત માટે પણ એક ચોંકાવનારો નજારો જોવા મળ્યો હતો. જોકે આ ભીડને અમેરિકી મીડિયા આતંકી ગણાવી રહ્યું છે. એટલે કે આ હુમલાને આતંકી હુમલો ગણાવાઈ રહ્યો છે. જોકે આ વીડિયો વાયરલ થતાની સાથે જ નેટીજન્સે વડાપ્રધાન મોદીના કથિત સમર્થકો(અંધભક્તો)ને આડેહાથ લેવાની શરૂઆત કરી હતી.
કેપિટલ બિલ્ડિંગ સામે પ્રદર્શન કરતી ભીડમાં ટ્રમ્પના સમર્થનમાં ઝંડા, ટી શર્ટ જોવા મળી હતી પરંતુ આ ભીડમાં એક વ્યક્તિ ભારતીય ધ્વજ લઇને ઉભેલો જોવા મળતો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. અમેરિકાના પાટનગરમાં ટ્રમ્પ સમર્થકોની ભીડે કેપિટલ બિલ્ડિંગ પરિસરમાં હિંસા અને તોડફોડ કરી હતી. તે બાદ સુરક્ષા દળ અને લોકો વચ્ચે ટકરાવ જોવા મળ્યો હતો. આ દરમિયાન ચાર લોકોનાં મોત થયા હતા. ભારતીય ધ્વજનો વીડિયો ભાજપના નેતા વરૂણ ગાંધીએ શેર કર્યો છે. વરૂણ ગાંધીએ વીડિયો શેર કરતા લખ્યું છે કે, ‘ત્યાં ભારતીય ધ્વજ કેમ છે ? આ એવી લડાઇ છે જેમાં આપણે સામેલ થવાની જરૂર નથી. મહત્વપૂર્ણ છે કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડેન સામે હારનો સામનો કરવો પડ્યો છે. જોકે, ટ્રમ્પ સતત ચૂંટણીમાં ગડબડનો દાવો કરતા રહ્યા છે. આ વચ્ચે ટ્રમ્પે બુધવાર બપોરે વોશિંગ્ટનમાં પોતાના સમર્થકોની એક રેલીમાં કહ્યું હતું, “આપણે ક્યારેય હાર નહીં માનીએ.” મીડિયા રિપોટ્ર્સ અનુસાર, ટ્રમ્પે રેલીમાં પોતાના સમર્થકોને કેપિટલ બિલ્ડિંગ તરફ વધવા માટે ઉકસાવી હતી.
Recent Comments