(એજન્સી) અંકારા, તા.૯
કાશ્મીરી જૂથોએ ભારતમાં હાલમાં જમ્મુ-કાશ્મીર અને અન્ય શહેરોમાં નાગરિક સંસ્થાઓ ઉપર સુરક્ષા દળો દ્વારા પડાયેલ દરોડાઓની આલોચના કરી હતી.અમેરિકા આધારિત વર્લ્ડ કાશ્મીર અવેરનેસ ફોરમે શુક્રવારે બહાર પડાયેલ નિવેદનમાં કહ્યું હતું કે, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા પડાયેલ દરોડાઓ રાજકીય પ્રેરિત છે અને તેઓ કાશ્મીરીઓનું અવાજ દબાવવા માટેનું કૃત્ય છે. એજન્સીએ ગયા અઠવાડિયે જાણીતા માનવ અધિકારી એક્ટિવિસ્ટો, પત્રકારો, શિક્ષણવિદો અને માનવ અધિકારની સંસ્થાઓ ઉપર કાશ્મીર અને નવી દિલ્હીમાં દરોડાઓ પાડ્યા હતા. ફોરમે નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે ભારત સરકારના ફાસીવાદી હિંદુત્વના વિવાદિત વિસ્તાર જમ્મુ-કાશ્મીર ઉપરના હુમલાઓને વખોડી કાઢીએ છીએ. મોદી સરકાર કાશ્મીરીઓનું અને જે પણ સરકારના એજન્ડા સામે આંગળી ઊઠાવે છે. એમનો અવાજ દબાવવા તત્પર રહે છે. અમુક માનવ અધિકાર સંગઠનો જેમ કે એમનેસ્ટી ઇન્ટરનેશનલે ભારત સરકારને દરોડાઓ અટકાવવા વિનંતી કરી છે, જે દરોડાઓ એનઆઈએએ વિશ્વસનીય માહિતીના આધારે પાડ્યા હતા. એનઆઈએએ કહ્યું હતું કે, આ સંસ્થાઓ એમને મળેલ દેશ અને વિદેશના ભંડોળનું ઉપયોગ જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદી અને અલગાવવાદી પ્રવૃત્તિઓ માટે કરે છે. ભારતના પગલાઓથી કાશ્મીરમાં હંગામી શાંતિની સ્થાપના થઇ શકે છે. પણ કાશ્મીરના લોકો ભારત સાથે ક્યારે પણ જોડાશે નહીં. કાશ્મીર વિવાદને લંબાવવાથી ભારત અને દક્ષિણ એશિયામાં શાંતિ સ્થાપિત થશે નહીં અને કારણ વિના હજારો નિર્દોષ લોકો સહન કરતા રહેશે. ફોરમે કહ્યું છે કે, એનઆઈએએ મદદ કરતા અને એક્ટિવિસ્ટોના સંગઠનો જેમાં અથરૌટ, જી.કે. ટ્રસ્ટ, ફલાહ-એ-આમ ટ્રસ્ટ, જેકે યતીમ ફાઉન્ડેશન , સેલ્વેશન મૂવમેન્ટ, જે કે વોઈસ ઓફ વિકટીમ અને દિલ્હી આધારિત સખાવતી અને માનવ કલ્યાણ સંસ્થા પણ સામેલ છે.