(એજન્સી)               તા.૨૪

અમેરિકન કોંગ્રેંસમાં બેઠક હાંસલ કરવાના પોતાના બીજા પ્રયાસની વચ્ચે  પ્રેસ્ટન કુલકર્ણીની ભારતના વિવાદાસ્પદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અમેરિકન સંલગ્ન સંસ્થાની ટોચની નેતાગીરી સાથેના તેમને સંબંધ અને જોડાણ બદલ સખત આલોચના થઇ રહી છે. ટેક્સાસના ૨૨માં કોંગ્રેશનલ ડિસ્ટ્રીક્ટ માટે ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર તરીકે રન ઓફ ચૂંટણી જીત્યા બાદ ૨૦૧૮માં શ્રી પ્રેસ્ટન કુલકર્ણીએ જણાવ્યું હતું કે આ પ્રચારમાં રમેશજી મારા પિતાતુલ્ય જેવા છે. તેઓ રમેશ ભુતડાનો ઉલ્લેખ કરી રહ્યાં હતાં કે જેમણે મહત્વાકાંક્ષી કોગ્રેસમેન માટે ભારતીય-અમેરિકન લોકોનું સમર્થન પ્રાપ્ત કર્યું હતું. ભુતડા હિંદુ સ્વયંસેવક સંઘના (અમેરિકા) ઉપપ્રમુખ છે અને હિંદુ સ્વયંસેવક સાઉથ ડિવિઝનના પ્રમુખ પણ છે. ભુતડાએ દેખીતી રીતે પોતાના ભાણેજ જમાઇ વિજય પાલોદ સાથે મળીને કામ કર્યુ હતું કે જેઓ કુલકર્ણીને પ્રચાર અભિયાનના શરૂઆતના તબક્કામાં મળ્યાં હતાં. વિજય પાલોદ સ્વયં અમેરિકાની વિશ્વ હિંદુ પરિષદની ગવર્નિંગ કાઉન્સિલના પૂર્વ સભ્ય છે જે ભારતની વિહિપની અમેરિકન પાંખ છે. તેમણે ૧૯૮૦માં ભૂતડાના નિવાસે આરએસએસ કાર્યકરોનો સતત પ્રવાહ જોયો હતો. ફેડરલ ઇલેક્શન કમિશનના પ્રચાર અને ફાઇનાન્સ રિપોર્ટનું વિશ્લેષણ દર્શાવે છે કે કુલકર્ણીના પ્રચાર અભિયાનમાં પ્રથમ ૪૦ દાતાઓમાં ભુતડા અને તેમના પત્ની અને પુત્રનો સમાવેશ થતો હતો. આમ ભારતની જમણેરી પાંખ આરએસએસ સાથે કનેક્શન બદલ પ્રેસ્ટન કુલકર્ણીની ચોમેરથી સખત આલોચના થઇ છે. આ ઉપરાંત કુલકર્ણીએ ભાજપ અને વિહિપ સાથે સંકળાયેલ અન્ય લોકો પાસેથી પણ દાન પ્રાપ્ત કર્યુ હતું. સંઘના સહયોગીઓ અને નેતાઓએ પ્રેસ્ટનને ૨૮૦૦૦ ડોલરનું દાન કર્યુ હતું જે પ્રાયમરી પહેલા કુલકર્ણીએ ઊભા કરેલ ૧૦૬૦૦૦ ડોલરના ૨૬ ટકા થવા પામે છે. આમ સંઘે અમેરિકામાં નાણાકીય પાયો નાખ્યો હતો જેના કારણે શ્રી પ્રેસ્ટન કુલકર્ણી અમેરિકન કોંગ્રેસ માટે પ્રથમ પ્રયત્ન કરી શક્યાં હતા.