(એજન્સી) તા.૧૦
અમેરિકાના નોબલ પુરસ્કાર વિજેતા ભૌતિક વિજ્ઞાની ડેવિડ જોનાથન ગ્રોસનું કહેવું છે કે ભારતમાં ધાર્મિક નફરત વધી રહી છે. એમનું કહેવું છે કે સત્તા મેળવવા માટે ઘણા રાજનેતાઓ હિંસા અને નફરતને વધારી રહ્યા છે. ગ્રોસે આ વાત કોલકાતાના ભારતીય સાંખ્યિક સંસ્થામાં થયેલા પરમા વાર્ષિક પદવીદાનના કાર્યક્રમમાં કહી. એમણે કહ્યું કે આ ખૂબ જ દુઃખની વાત છે કે જે દેશમાં મહાત્મા ગાંધી જાતિવાદ સામે લડી રહ્યા છે. પદવીદાન સંભારંભના મુુખ્ય મહેમાન ગ્રોસે કહ્યું કે આજના સમયમાં કટ્ટરવાદી રાષ્ટ્રવાદ, નકસલવાદ બધા જ દેશો માટે એક મોટી આફત બની ગયા છે. એમણે કહ્યું આ બધી સમસ્યાઓનું મુખ્ય કારણ વિજ્ઞાનની અજ્ઞાનતા છે. આ ઘણા લોકોની સમસ્યાઓને દૂર કરી શકે છે. પાયાના તથ્યોની અજ્ઞાનતાને કારણે આપણને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ગ્રોસથી જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી રાષ્ટ્રવાદ અને કટ્ટરવાદ વધી રહ્યા છે ત્યારે તેમણે જવાબ આપ્યો કે ના આવું નથી કે આ બધી સમસ્યાઓ ભારતમાં જ છે. સમગ્ર વિશ્વ આ સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. પરંતુ જ્યારે ભારતની વાત કરીએ ત્યારે ઘણા રાજનેતાઓ પોતાના લાભ માટે અહીંયા હિંસા અને નફરતને વધારે છે અને લોહી વહાવે છે. દુર્ભાગ્યથી ભારતમાં ધાર્મિક ઘૃણા વધતી જ જાય છે. તેમણે કહ્યું કે તે છેલ્લા રપ વર્ષોથી ભારત આવે છે અને તેમણે નોંધ્યું કે ભારત ધીરે ધીરે ભૂખમરો અને ગરીબી જેવી સમસ્યાઓને દૂર કરી રહ્યું છે. આ માટે તેમણે ભારતની પ્રશંસા કરી હતી. ગ્રોસે કહ્યું કે તમારી પાસે મહાત્મા ગાંધી જેવા મહાન નેતા હતા જેમણે હિંસાના વિરોધમાં અવાજ ઉઠાવ્યો હતો અને અહિંસાનો સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાવ્યો હતો. પરંતુ હવે અહીંયા નફરત વધતી જ જાય છે. અમેરિકાના નોબેલ વિજેેતાએ કહ્યું કે ગાંધીજીએ ભારતમાંથી જાતિવાદનો નાશ કરવા માટે ઘણો સંઘર્ષ કર્યો હતો પરંતુ આ દુઃખની બાબત છે કે દેશમાં હાલમાં પણ આવી સમસ્યાઓ છે.