(એજન્સી) તા.૩૧
અમેરિકન વિદેશ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું કે તેણે ર૯૦ મિલિયન અમેરિકન ડોલરના સોદામાં સઉદી અરબને ૩૦૦૦ નાના વ્યાસ બોમ્બના સંભવિત વેચાણને પરવાનગી આપી દીધી છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે સુરક્ષા સહયોગ એજન્સીએ આજે એ સંભવિત વેચાણ માટે કોંગ્રેસને સૂચિત કરવા માટે જરૂરી પ્રમાણપત્ર આપ્યું. સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે સઉદી અરબે મૂનને કન્ટેનરો, સપોર્ટ ઈક્વિપમેન્ટ અને સર્વિસેજ સ્પેયર અને રિપેર પાર્ટસની સાથે ખરીદવાનો આગ્રહ કર્યો. વિદેશ વિભાગે જણાવ્યું કે પ્રસ્તાવિત વેચાણ એક મિત્ર દેશની સુરક્ષાને સારી બનાવવામાં મદદ કરશે. જે મધ્ય પૂર્વમાં રાજનીતિક સ્થિરતા અને આર્થિક વિકાસ માટે એક મહત્ત્વપૂર્ણ શક્તિ બની છે.
Recent Comments