(એજન્સી) તા.૨૯
વ્હાઈટ હાઉસમાં સત્તામાં આવવા માટે અમેરિકી રાષ્ટ્રપ્રમુખને પડકારવા જો બિડેનના પક્ષમાં હિલેરી ક્લિન્ટન પણ ઊતરી આવ્યા છે. બિડેનના અભિયાન હેઠળ કોરોના વાયરસ અંગે ચર્ચા માટે આયોજિત કાર્યક્રમમાં ક્લિન્ટને આ જાહેરાત કરી હતી. તેમણે ટ્રમ્પનું નામ ન તો ન લીધું પણ આ વૈશ્વિક મહામારીનો સામનો કરવા માટે રિપબ્લિકન પાર્ટીથી આવનારા રાષ્ટ્રપતિના વલણ સામે હુમલો કર્યો અને તેમની તુલનાએ બિડેનના અનુભવોની ભરપૂર પ્રશંસા કરી હતી. બિડેને કહ્યું કે, તે કોઈ મહિલાને જ ઉપરાષ્ટ્રપતિ બનાવશે. ક્લિન્ટનનું બિડેનના સમર્થનમાં ઊતરવું એ વાતનું ઉદાહરણ છે કે, પાર્ટીની વિવિધ વિચારધારાઓના નેતા પણ તેમના સમર્થનમાં છે. અગાઉ પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, હાઉસ સ્પીકર નેન્સી પેલોસી, પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન વગેરે પણ બિડેનને જાહેરમાં ટેકો આપી ચૂક્યા હતા. જ્યારે ધ હિલ અનુસાર બિડેન સાથે જોઇન્ટ લાઈવ સ્ટ્રીમ દરમિયાન ક્લિન્ટને કહ્યું કે, હું તમારા અભિયાનનો હિસ્સો બનવા રોમાંચિત છું. હું તમને સમર્થન તો આપીશ જ સાથે જ આ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં અનેક મુદ્દાઓને જાહેરમાં લાવવા તમારી મદદ પણ કરીશ.