(એજન્સી) ઓમાન તા. ૨૪
એક શખ્સે પોતાનો વિશ્વાસ બદલવા માટે ઇસ્લામ ધર્મનો અંગીકાર કર્યો. આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, વીડિયોમાં એ શખ્સને “ શહદા “ કહીને સંબોધિત કરવામાં આવ્યા છે. ખલીજ ટાઈમ્સમાં છપાયેલી રિપોર્ટ મુજબ એ શખ્સ યુએસ આર્મીમાં નેતા હતા. વીડિયોમાં ઇસ્લામ ધર્મનો અંગીકાર કર્યા બાદ તેઓ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. ત્યાં હાજર રહેલ એક પત્યદક્ષિએ જણાવ્યું કે, ઈંશા અલ્લાહ હવે તમે મુસ્લિમ છો. તમે શું અનુભવી રહયા છો? તમારી લાગણીઓ વિશે જણાવો, જ્યારે બીજા એક શખ્સે કહ્યું કે, ઇસ્લામમાં તમારું સ્વાગત છે, હવે તમે મુસ્લિમ છો. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ ગયો છે.