(એજન્સી) મિનેસોટા, તા.૧પ
અમેરિકી રાજ્ય મિનેસોટાના એક શહેરમાં સૌપ્રથમ મુસ્લિમ મેયર બનાવી દોડમાં એક મહિલાએ દાવો કર્યો છે કે તેણીને ઓનલાઈન મૃત્યુની ધમકી મળી છે. રેજિના મુસ્તફા રોચેસ્ટર શહેરમાં મેયર પદ માટે ઉમેદવાર છે.
પોતાના ટ્‌વીટર પેજ પર મુસ્તફાએ કહ્યું કે કોઈપણ જોખમને ગંભીરતાથી લેવું જોઈએ. કોઈપણ પોતાના સમુદાયમાંથી ચૂંટાયેલા પ્રતિનિધીને કાર્યાલયમાં સેવા નહીં આપવાની ધમકી ન મળવી જોઈએ. રોચેસ્ટરની ૧,૧૪,૦૦૦ વસ્તીમાંથી લગભગ ૧ર,૦૦૦ મુસ્લિમો છે. આ મુદ્દે અમેરિકી-ઈસ્લામી સંબંધ પરિષદે તપાસ માટે પોલીસને વિનંતી કરી છે. પરિષદના નિર્દેષક જિલાની હુસૈને કહ્યું કે, અમે રાજ્ય અને સંઘીય કાયદા પ્રવર્તન અધિકારીઓને આગ્રહ કરીએ છીએ કે આ મુદ્દે કડક પગલાં લેવામાં આવે. લઘુમતી સમુદાયના સભ્યને પોતાના દેશની રાજનૈતિક પ્રક્રિયામાં ભાગ લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમને સુરક્ષા મળવી જોઈએ. આ પહેલાં પણ મુસ્તફા પર આડકતરી રીતે હુમલાના પ્રયાસો થયા છે.