અમરેલી તા.૬
દેશ ભરમાં કોરોના વાયરસ રોગના કારણે લોકડાઉન કરવાની નોબત આવી છે ત્યારે સરકાર દવારા રોગને નાથવા તમામ પ્રયાશો કરી રહી છે ત્યારે સામાન્ય અને અતિ ગરીબ માણસ રોજેરોજનું કમાઈ ખાતા લોકોને ભૂખ્યા રહેવાનો સમય આવતા સામાજિક સંસ્થાઓ તેમજ દાતાઓ, રાજકીય અગ્રણીઓ દ્વારા આવા ગરીબ લોકોનો ભૂખ્યું રહેવું ના પડે તે માટે રસોડું ટિફિન વ્યવસ્થા તેમજ અનાજની કીટ સહિતની વસ્તુઓ ગરીબોને આપી સેવાયજ્ઞ કરી પુણ્ય કરાઈ રહયા છે.ત્યારે અમરેલી શહેરના ગરીબ વિસ્તારોમા તેમજ કુંકાવાવ વડિયા તાલુકાના અનેક વિસ્તારોમાં અમરેલીના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી દ્વારા કોઈ ગરીબ ભૂખ્યા રહે નહિ તેના માટે રસોડું ચાલુ કરવામાં આવેલ છે. આ રસોડામાં રોજ બે ટાઈમનું નાતજાત વગર હજારો માણસો માટે રસોઈ બનાવામાં આવે છે,પરેશભાઈ ધાનાણી દવારા આ સેવા યજ્ઞ ગત.તા.૨૬/૩ થી શરૂ કરવામાં આવેલ હતું જે આજદિન શુઘી ચાલી રહયું છે,અત્યાર સુધીમાં પરેશભાઈ ધાનાણી દ્વારા ચાલતા આ સેવા યજ્ઞમાં ૧.૪૪,૫૭૦ લોકો ને જમાડવામાં આવેલ છે,પરેશભાઈ ધાનાણી એ આવા કપરા સમયે પોતના અને દાતાઓના સહયોગથી ગરીબોને જમવાની વ્યવસ્થા કરી પુણ્યનું કામ કરેલ છે.