મુસ્લિમ યુવતીઓના સંગઠન પરચમે વર્ષોથી ઘર કરી ગયેલી માન્યતાને તોડીને મુસ્લિમ યુવતીઓની એક ફૂટબોલની ટીમ બનાવીને નવો ચીલો ચીતર્યો

(એજન્સી)                 તા.૯

અમે જે એક ઘર કરી ગયેલી માન્યતા છે તે તોડીને છોકરીઓને એક બીજા સાથે વાર્તાલાપ કરવા માટે સંગઠિત કરવા માગતાં હતાં એવું પરચમની સહસંસ્થાપક શબાહ ખાને જણાવ્યું છે.

પરચમ સંગઠન મહિલાઓને પુરૂષોના આધિપત્યવાળા રમત ગમતના ક્ષેત્રમાં અવકાશ ઊભો કરવામાં સહાય કરે છે. શબાહ મુસ્લિમ વિમેન્સ રાઇટ્‌સ નેટવર્કની સદસ્યા છે અને ૧૯૯૯થી મુસ્લિમ મહિલાને લગતા કાયદાઓના અધિકારોની હિમાયત કરી રહી છે અને તેમણે પ્રગતિશિલ નિકાહનામાં તૈયાર કર્યુ છે. મુસ્લિમ યુવતીઓને હંમેશા પીડિત તરીકે ચીતરવામા ંઆવે છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે બુરખો પહેરે.

અમે આ માન્યતાને બદલવા માગતાં હતાં.આમ શરૂઆતમાં પરચમ એ એક અનૌપચારીક જૂથ હતું જે સ્થાનિક મહિલાઓના અવાજને બુલંદ બનાવવા સામાજિક પ્રશ્નોની ચર્ચા કરતું હતું. દરમિયાન બાળકો માટેના એનજીઓ મેજીક બસે ૨૦૧૨માં પરચમનો સંપર્ક કર્યો હતો અને યુવતીઓ માટે ફૂટબોલની પહેલ શરૂ કરવાનું સૂચન કર્યુ હતું. આ ટીમે કોલેજોની બહાર ઊભા રહીને છોકરીઓને તેમાં જોડાવા માટે અપીલ કરતાં પેમ્ફ્લેટ્‌સનું વિતરણ કર્યુ હતુ. શરૂઆતમાં પરચમ માટે રમનાર અને હવે ટીમને તાલીમ આપનાર સલમા અન્સારી જણાવે છે કે અમોએ ક્યારેય મુસ્લિમ યુવતીઓને ખુલ્લા મેદાનમાં રમતી જોઇ ન હતી અમે હંમેશા તેમને એક ખૂણામાં બેઠેલે જોતા હતા. શબાહે સલમા, અકીલા અને ટીમના અન્ય સભ્યો સાથે મળીને અખિલ ભારતીય ગર્લ્સ ફૂટબોલ ટીમની રચના કરી હતી. પ્રથમ બેચમાં ૪૦ છોકરીઓ હતી અને આજે  આ સંખ્યા વધીને પરચમ માટે ફૂટબોલ રમનાર છોકરીઓની સંખ્યા ૮૦ થઇ ગઇ છે.

શબાહ જણાવે છે કે અત્યાર સુધી મુસ્લિમ યુવતીઓની ભૂમિકા ખૂબ જ મર્યાદિત રહી હતી. તેમને ઘરે રસોઇ બનાવવી પડતી હતી. પરંતુ અમે મુસ્લિમ યુવતીઓના અવાજને બુલંદ બનાવવાનું વિઝન ધરાવતાં હતાં અને સમાજ દ્વારા જે રચના ઊભી કરવામાં આવી છે તેને મહાત કરવા માટે વિવિધ પૃષ્ઠભૂમિની યુવતીઓને સંગઠિત કરવા માગતાં હતાં. ૨૦૧૩માં મુસ્કાન સૈયદ પણ પરચમમાં જોડાઇ હતી અને મેજીક બસ દ્વારા એન્યુઅલ ફૂટબોલ પ્રોગ્રામમાં પ્રથમ સ્પર્ધાત્મક મેચમાં ટીમ રમી હતી અને છેલ્લા બોલમાં મુસ્કાને ગોલ કીરને આ મેચને જીતી હતી.અમે અહીં એ પુરવાર કરવા માગીએ છીએ કે ફૂટબોલ એ માત્ર પરૂષો અને ચુનંદા લોકોની રમત નથી એવું શબાહે જણાવ્યું હતું.

(સૌ.ટુ સર્કલ્સ.નેટ)