(એજન્સી) તા.ર૪
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીનું કહેવું છે, તેમણે સંયુક્ત અરબ અમીરાતને ઈસ્લામાબાદની મૂળ નીતિથી અવગત કરાી દેવામાં આવ્યા છે કે જ્યાં સુધી પેલેસ્ટીનના મુદ્દાનો ઉકેલ નથી આવતો, તેમનો દેશ ઈઝરાયેલને માન્યતા નહીં આપે.
સોમવારે મુલ્તાનમાં પત્રકારો સાથે વાત કરતા કુરેશીએ જણાવ્યું કે મેં સ્પષ્ટ રીતે યુએઈના વિદેશ મંત્રીને ઈઝરાયેલ વિશે પાકિસ્તાનના દૃષ્ટિકોણથી અવગત કરાવી દીધા છે કે અમે જ્યાં સુધી ઈઝરાયેલની સાથે સંબંધ સ્થાપિત નથી કરી શકતા. જ્યાં સુધી કે પેલેસ્ટીની મુદ્દાનો કોઈ ચોક્કસ અને કાયમી સમાધાનથી નીકળતું. આ અફવાઓની વચ્ચે કે યુએઈને સઉદી અરબ પાકિસ્તાન પર ઈઝરાયેલને માન્યતા આપવા માટે દબાણ નાખી રહ્યા છે. હાલમાં જ પાકિસ્તાની વિદેશ મંત્રીએ યુએઈનો પ્રવાસ કર્યો હતો. પાછલા અઠવાડિયે ઈઝરાયેલી મીડિયાએ આવી રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો કે પાકિસ્તાની વડાપ્રધાનના એક સિનિયર સલાહકારે તેલ-અવીવની જાસૂસી મુલાકાત કરી હતી. જો કે પાકિસ્તાને આ રિપોર્ટોને નિરાધાર બતાવી નકારી કાઢ્યા હતા. થોડાક દિવસ પહેલાં જ પાકિસ્તાની વડાપ્રધાને ખુલાસો કર્યો હતો કે કેટલાક મિત્ર દેશ ઈસ્લામાબાદ પર ઈઝરાયેલને માન્યતા આપવા માટે દબાણ નાખી રહ્યા છે, પરંતુ અમે જ્યાં સુધી ઈઝરાયેલની સાથે કૂટનીતિક સંબંધ સ્થાપિત નહીં કરીએ જ્યાં સુધી પેલેસ્ટીની મુદ્દાનો ઉકેલ નહીં આવે. ખાનના આ નિવેદન પછી મીડિયામાં અંદાજ લગાવવામાં આવ્યો હતો કે તેમનો ઈશારો સઉદી અરબ અને યુએઈ તરફ હતો. પાછલા કેટલાક મહિના દરમ્યાન યુએઈ, બેહરીન, સુદાન અને મોરક્કોએ ઈઝરાયેલની સાથે સંબંધોના સામાન્યકરણની સમજૂતી કરી છે. ચાર મુસ્લિમ દેશોના ઈઝરાયેલની સાથે સંબંધોને સામાન્ય બનાવનારી સમજૂતી પછી આવી અટકળો લગાવવામાં આવી હતી કે વિશ્વના બે મોટા મુસ્લિમ દેશ ઈન્ડોનેશિયા અને પાકિસ્તાન પણ ઈઝરાયેલને માન્યતા આપવા જઈ રહ્યા છે. જો કે બંને દેશોએ આ પ્રકારની અટકળોને સંપૂર્ણપણે નકારી કાઢી છે.
Recent Comments