આશરે ૭૦૦ જેટલાં બુદ્ધિજીવીઓએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખી ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલા રમખાણો મામલે સ્પેશિયલ ક્રાઈમ બ્રાન્ચ તથા પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી તપાસ સામે ચિંતા વ્યક્ત કરી આ પત્ર લખનારા લોકોમાં વજાહત હબીબુલ્લાહ, વૃંદા કરાત, હર્ષ મંદર, ઈરફાન હબીબ, અશોક ધવલે, એડમિરલ રામદાસ, એડમિરલ વિષ્ણુ ભાગવત, પી.સાઈનાથ, આનંદ પટવર્ધન, પ્રકાશ રાજ, શબનમ હાશમી, અર્જુન ખોટે, ક્લાઉડે અલાયરસ, ડૉ. બાલાચંદ્ર મુંગેકર, કુમાર કેટકર, મનોજ મિટ્ટા, સાઈબલ ચેટરજી, સંજય હઝારિકા, શાંતા સિંહા, વિમલ થોરાટ, ઈરફાન એન્જિનિયર, સુભાંષીની અલી સહિત અન્યોનો સમાવેશ થતો હતો.

(એજન્સી) તા.૨૭
આશરે ૭૦૦ જેટલાં બુદ્ધિજીવીઓએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખી ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલા રમખાણો મામલે સ્પેશિયલ ક્રાઈમ બ્રાન્ચ તથા પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી તપાસ સામે ચિંતા વ્યક્ત કરી હતી.
તમને જણાવી દઈએ કે આ હિંસામાં ૫૩થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જો કે અનેક લોકો ઘવાયા હતા અને મોટી સંખ્યામાં લોકો વિસ્થાપિત બન્યાં હતાં. આ મામલે લખેલા પત્રમાં બુદ્ધિજીવીઓએ કહ્યું કે આ તપાસ ખરેખર તો અયોગ્ય, એકતરફી અને ઘડી કાઢવામાં આવેલી છે. તમામ લોકોએ પત્રના માધ્યમથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અપીલ કરી હતી કે આ મામલે નિવૃત્ત જજના વડપણ હેઠળ એક ટાઈમ લીમિટમાં જરૂરી માળખા હેઠળ સ્વતંત્ર તપાસ કરાવવાનો આદેશ આપવામાં આવે.
પત્રમાં બુદ્ધિજીવીઓએ કહ્યું કે ગુનેગારોને સજા તો મળવી જ જોઈએ અને હિંસા મામલે સ્વતંત્ર તપાસ પણ સુનિશ્ચિત થવી જ જોઇએ. તમને જણાવી દઈએ કે આ પત્ર લખનારા લોકોમાં વજાહત હબીબુલ્લાહ, વૃંદા કરાત, હર્ષ મંદર, ઈરફાન હબીબ, અશોક ધવલે, એડમિરલ રામદાસ, એડમિરલ વિષ્ણુ ભાગવત, પી.સાઈનાથ, આનંદ પટવર્ધન, પ્રકાશ રાજ, શબનમ હાશમી, અર્જુન ખોટે, ક્લાઉડે અલાયરસ, ડૉ. બાલાચંદ્ર મુંગેકર, કુમાર કેટકર, મનોજ મિટ્ટા, સાઈબલ ચેટરજી, સંજય હઝારિકા, શાંતા સિંહા, વિમલ થોરાટ, ઈરફાન એન્જિનિયર, સુભાંષીની અલી સહિત અન્યોનો સમાવેશ થતો હતો.